જંગલેશ્ર્વરમાં ફાયરિંગ કરનાર ભયલો ગઢવી અને પરિયા ગઢવી પર ગુજસીટોક ક્યારે ?
અગાઉ અનેક ગુનામાં ભયલો અને પરિયો લખ્ખણ ઝળકાવી ચૂક્યાં છે, અનેક ગંભીર ગુનાઓમાં સામેલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ દર્શાવતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટમાં ફરી ગેંગવોરની સ્થિતિ જેમાં સાત મહિના પૂર્વેના બનાવનો બદલો લેવા ફાયરીંગ કર્યાનું બહાર આવ્યુ છે. જંગલેશ્વર નજીક 15મી ઓગસ્ટની રાત્રે ભયલો ગઢવી અને પરિયા ગઢવીએ બે રાઉન્ડ ફાયરિંગ કરી શાહનવાઝ મુસ્તાક વેત્રણની હત્યાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ અનેક ગુનામાં ભયલો અને પરિયો લખ્ખણ ઝળકાવી ચૂક્યાં છે, અનેક ગંભીર ગુનાઓમાં સામેલ છે ત્યારે ભયલો ગઢવી અને પરિયા ગઢવી પર ગુજસીટોક ક્યારે ? તેવી લોકોમાં અનેક ચર્ચા વહેતી થઇ છે. ગંભીર ગુનાને અંજામ આપનાર ગુનેગારોને કાબૂમાં લેવા ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવે તે જરૂરી છે.
રાજકોટના કોઠારિયા રોડ પર નિલમપાર્કમાં રહેતો અને ઘર નજીક કરિયાણાની દુકાન ચલાવતો શાહનવાઝ મુસ્તાક વેત્રણ (ઉ.વ.20) 15 ઓગસ્ટની રાત્રિના 11 વાગ્યે
- Advertisement -
ખ્વાઝા એપાર્ટમેન્ટ નીચે એસ.એ.જ્વેલર્સ દુકાન પાસે બેઠો હતો અને તેના માસીના દીકરા સાથે મોબાઈલમાં વીડિયોકોલ પર વાતચીત કરતો હતો ત્યારે સ્કૂટરમાં ભઇલો ગઢવી અને પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી ધસી આવ્યા હતા. ભઇલા ગઢવીએ કહ્યું હતું કે, ’લોડ કર જલ્દી અને તે સાથે જ પરિયા ગઢવીએ તેના હાથમાં રહેલી પિસ્ટલ ત્રણ વખત ખેંચી હતી, આ દૃશ્ય જોઈને શાહનવાઝ ગભરાઈ ગયો હતો. પરિયા ગઢવીએ નજીક જઈને શાહનવાઝ પર બે રાઉન્ડ ફાયર કરી દીધા હતા. ફાયરિંગ થતાં જ શાહનવાઝ પડી ગયો હતો, આજે તો તને પતાવી જ દેવો છે તેવું કહીને ભઇલો ગઢવી અને પરીયો ગઢવીએ ગાળો ભાંડી હતી. શાહનવાઝનો મિત્ર અફઝલ દિલાવર બ્લોચ નજીકમાં જ હતો તેણે શાહનવાઝને બાઇકમાં બેસાડી હોસ્પિટલમાં ખસેડયો હતો. શાહનવાઝને છાતીમાં ડાબી તરફ બે જગ્યાએ ઇજા થઇ હતી. ફાયરિંગની ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સરવૈયા સહિતની ટીમ દોડી ગઈ હતી. શાહનવાઝે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાતેક મહિના પહેલાં પુનિતનગરના પાણીના ટાંકા પાસે શાહનવાઝના મિત્ર સમીર ઉર્ફે મરઘાએ પરિયા ગઢવી પર ફાયરિંગ કર્યું હતું ત્યારે શાહનવાઝ સમીર ઉર્ફે મરઘાની સાથે હતો અને કાર ચલાવતો હતો તે બાબતનો ખાર રાખી પરિયાએ ફાયરિંગ કરી વેર વાળ્યું હતું. આ ગેંગવોરની સ્થિતિએ ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આવી સ્થિતિમાં અનેક ગુનાઓને અંજામ આપનાર આવા ગુનેગારો સામે ગુજસીટોક ક્યારે તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.
જંગલેશ્ર્વર નજીક 15મી ઓગસ્ટની મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની હત્યાનો પ્રયાસ
પુનિતનગરની અને જંગલેશ્ર્વરની ગેંગ વચ્ચે કેટલાક સમયથી ડખ્ખો ચાલે છે
ખ્વાઝા એપાર્ટમેન્ટ નીચે એસ.એ.જ્વેલર્સ દુકાન પાસે બેઠો હતો અને તેના માસીના દીકરા સાથે મોબાઈલમાં વીડિયોકોલ પર વાતચીત કરતો હતો ત્યારે સ્કૂટરમાં ભઇલો ગઢવી અને પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી ધસી આવ્યા હતા. ભઇલા ગઢવીએ કહ્યું હતું કે, ’લોડ કર જલ્દી અને તે સાથે જ પરિયા ગઢવીએ તેના હાથમાં રહેલી પિસ્ટલ ત્રણ વખત ખેંચી હતી, આ દૃશ્ય જોઈને શાહનવાઝ ગભરાઈ ગયો હતો. પરિયા ગઢવીએ નજીક જઈને શાહનવાઝ પર બે રાઉન્ડ ફાયર કરી દીધા હતા. ફાયરિંગ થતાં જ શાહનવાઝ પડી ગયો હતો, આજે તો તને પતાવી જ દેવો છે તેવું કહીને ભઇલો ગઢવી અને પરીયો ગઢવીએ ગાળો ભાંડી હતી. શાહનવાઝનો મિત્ર અફઝલ દિલાવર બ્લોચ નજીકમાં જ હતો તેણે શાહનવાઝને બાઇકમાં બેસાડી હોસ્પિટલમાં ખસેડયો હતો. શાહનવાઝને છાતીમાં ડાબી તરફ બે જગ્યાએ ઇજા થઇ હતી. ફાયરિંગની ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સરવૈયા સહિતની ટીમ દોડી ગઈ હતી. શાહનવાઝે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાતેક મહિના પહેલાં પુનિતનગરના પાણીના ટાંકા પાસે શાહનવાઝના મિત્ર સમીર ઉર્ફે મરઘાએ પરિયા ગઢવી પર ફાયરિંગ કર્યું હતું ત્યારે શાહનવાઝ સમીર ઉર્ફે મરઘાની સાથે હતો અને કાર ચલાવતો હતો તે બાબતનો ખાર રાખી પરિયાએ ફાયરિંગ કરી વેર વાળ્યું હતું. આ ગેંગવોરની સ્થિતિએ ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આવી સ્થિતિમાં અનેક ગુનાઓને અંજામ આપનાર આવા ગુનેગારો સામે ગુજસીટોક ક્યારે તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.
પેંડા ગેંગે વર્ષ 2016માં કોન્સ્ટેબલ ભરત ગઢવીની હત્યા કરી હતી
હત્યા સહિત 15 ગુનાઓને અંજામ આપનાર નામચીન પેંડા ગેંગના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજાએ વર્ષ 2016મા પોલીસમેન ભરત ગઢવીની હત્યા કરી હતી. આ હત્યામાં નામચીન શક્તિ ઉર્ફે પેંડો સહિતના સાગરીત સામે ફરિયાદ નોંધાઇ હતી
રાજકોટમાં અગાઉ અનેક ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે
રાજકોટ શહેરના કુખ્યાત ઇમ્તિયાઝ ઉર્ફે લાલો અને તેના દસ સાગરીત સામે ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો હતો. હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપનારા 11 શખ્સોની ટોળકી વિરુદ્ધ રાજકોટ પોલીસે ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ થોડો સમય રાજકોટમાં શાંતિ હતી. હવે અલગ અલગ ગેંગ બનાવી અનેક ગુનાઓને અંજામ આપનાર આવા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવે તે જરૂરી છે.
જેલમાંથી પરેશ બહાર આવતા પાંચ દિવસ પછી બદલો લેવા જંગલેશ્ર્વરની ગેંગે તેના પર ફાયરિંગ કર્યુ હતું
મકરસંક્રાંતિના દિવસે ગોકુલધામ વિસ્તારમાં જંગલેશ્વરનો સોહેલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો હતો ત્યારે પેંડા ગેંગના સાગરીતો પરેશ ઉર્ફે પરીયો, યાસીન ઉર્ફે ભુરો, મેટીયો ઝાલા સહિતનાઓએ સોહેલની ગર્લફ્રેન્ડનો હાથ પકડી બિભત્સ માંગણી કરી હતી. ત્યારે સોહેલ પર ચારેય શખ્સોએ હૂમલો કર્યો હતો અને છરી સહિતના હથિયારો કાઢ્યા હતાં. જે હૂમલામાં સોહેલને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો અને પેંડા ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ જેલમાં ધકેલાયા હતાં. જેલમાંથી પરેશ બહાર આવતા પાંચ દિવસ પછી બદલો લેવા જંગલેશ્વરની ગેંગે તેના પર ફાયરીંગ કર્યુ હતું.