6 શખ્સોએ 5 ગુનાને અંજામ આપ્યાની કબૂલાત : રૂા.3.75 લાખની મત્તા જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ જસદણ
- Advertisement -
રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં વાડી અને કૂવામાંથી કેબલની ચોરી થતી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા એલસીબીએ આ ચોરીને અંજામ આપનાર મૂળ યુપીની હાલ રાજકોટમાં રહેતી ટોળકીને દબોચી લીધી છે.
જસદણના ગોખલાણા ગામની સીમમાંથી સાત કૂવા અને ત્રણ બોરમાંથી દસ મોટરની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ હતી દરમિયાન નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવાની સૂચના અન્વયે એલસીબી પીઆઇ વી વી ઓડેદરા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે મૂળ યુપીના હાલ વાવડી પરિન ફર્નિચર પાછળ રહેતા ભગવાનદિન રાધેશ્યામ ગુપ્તા, મૂળ યુપીના હાલ સોલ્વંટ બરકતીનગરમાં રહેતા દિલીપ યાદવ રાધેશ્યામ યાદવ, મૂળ યુપીના હાલ અટિકામાં રહેતા હનામ સાધુશેખ શેખ, મૂળ યુપીનો હાલ ગુલાબનાગરમાં રહેતા જમાલૂદીન જલાબુદીન પઠાણ, મૂળ યુપીના હાલ અટિકામાં રહેતા અબ્દુલ ઉર્ફે નંબરીદાર રફાઈતુલ્લા કુરેશી અને મૂળ યુપીના હાલ અટિકામાં રહેતા અહમદ ઉનમહમદ અન્સારીની ધરપકડ કરી 260 કિલો મોટર્સના પાર્ટસ, 29 કિલો કોપર વાયર, છ મોબાઈલ અને એક વાહન સહિત 3,75,700નો મુદામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં 5 ચોરીના ભેદ ઉકેલાઈ ગયા છે ટોળકીએ જસદણ ઉપરાંત વાંકાનેરમાંથી ત્રણ માસ પૂર્વે 4 મોટરની ચોરી, દોઢ માસ પૂર્વે સાયલામાંથી બે મોટરની ચોરી, પખવાડિયા પૂર્વે અરડોઈમાંથી છ મોટરની ચોરી અને ભાદર ડેમ પાસેથી નવ મોટરની ચોરી કર્યાની કબૂલાત આપી છે.