રાજકોટ ક્રાઈમ બ્રાંચના દેશી અને વિદેશી દારૂના બે દરોડા
બેડી ચોકડી પાસેથી 4 લાખનો દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે રતનપર ગામે દરોડો પાડી દેશી દારૂમાં ફ્લેવર ઉમેરી પાઉચ બનાવી વેચતા બે શખસોને દબોચી લીધા છે જયારે બેડી ચોકડી પાસે પોલીસે 4 લાખનો દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ કરી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ વી ડી ડોડીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજકોટ-મોરબી હાઈવે પર રતનપર ગામ ખાતે રામ મંદિરની પાછળ આવેલા એક મકાનમાં દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો છે આ બાતમી આધારે દરોડો પાડતા સ્થળ પર અલગ-અલગ ફ્લેવરવાળા દેશી દારૂના પાઉચ બનાવીને પેકિંગ કરતા માનસીંગ રીબડીયા અને રવિ મંડલ નામના બે શખ્સો રંગેહાથ ઝડપાયા હતા. પોલીસ પૂછપરછમાં તેમની સાથે આ ગુનામાં અન્ય બે આરોપીઓ કેવલ ઉર્ફે કાનો અને પરેશ સનુરા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી 552 લિટર દેશી દારૂ, બે પાઉચ સીલિંગ મશીન, પાઉચ બનાવવાના 14 રોલ, વાસણો, મોબાઈલ, રિક્ષા અને અન્ય વાહન મળી કુલ 3.24 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે રાજકોટ-મોરબી હાઈવે પર બેડી ચોક પાસેથી દારૂ ભરેલી એક કાર પસાર થવાની છે તેવી બાતમી આધારે પીએસઆઈ ડોડીયા અને ટીમે વોચ ગોઠવીને ૠઉં.03.ઙઉં.0077 નંબરની કાળા કલરની સ્કોર્પિયો કારને અટકાવવામાં આવી હતી. કારના ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ સોહીલ પલેજા જણાવ્યું હતું. પોલીસે ગાડીની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની કુલ 798 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો કાર મળી કુલ 19.23 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી સોહીલ પલેજાની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ કરતા, તેણે આ દારૂના જથ્થામાં અન્ય બે આરોપીઓ ડેનિશ પરમાર અને દારૂનો જથ્થો ભરી આપનાર લાલો નામના શખ્સની સંડોવણી હોવાની કબૂલાત આપી હતી, જેમની શોધખોળ પણ પોલીસે શરૂ કરી છે.