તારાપુર ચોકડીથી રાત્રે બસમાં બેસી ચોરી કરી ચોટીલા ઉતરી જવાની મોડ્સ ઓપરેન્ડી
સાસુ, દંપતી સહિત ત્રિપુટી પાસેથી 7 લાખનો મુદામાલ કબ્જે કરતી એલસીબી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટ જિલ્લામાં નોંધાયેલા ચોરીના ગુનાના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે એલસીબીએ જામકંડોરણા પાસે ટ્રાવેલ્સ બસમાં થયેલી 3.48 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી નાખી ચોટીલા પંથકના દંપતી, સાસુ અને સાઢુભાઈ સહિત ચારને ઝડપી લઇ 7 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે પકડાયેલી ટોળકીએ વધુ એક ચોરીની કબૂલાત આપી હતી આ ટોળકી રાત્રીના તારાપુરથી બસમાં બેસી મુસાફરો સુતા હોય ત્યારે કિંમતી સામાન ચોરી વહેલી સવારે ચોટીલા પાસે ઉતરી જતા હોવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા વિસ્તારમાં સુરતથી જામકંડોરણા ચાલતી ધરતી ટ્રાવેલ્સમાં મહિલાના સોના-ચાંદીના દાગીના સહિત 3.48 લાખની મતાની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો દરમિયાન રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા ચોરીનો ભેદ ઉકેલવા આપેલી સૂચના અન્વયે એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ, આર.વી.ભીમાણી, કે.એમ. ચાવડા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમી આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા ચોટીલાના બે મહિલા સહિત ચારને જામકંડોરણાના રંગપરના પાટીયા પાસેથી ઝડપી લઇ નામઠામ પૂછતાં રણજીતભાઇ પ્રતાપભાઇ મંગાભાઇ ઓગાણીયા, કીરીટ જેન્તી રામજીભાઇ બુટીયા, હંસાબેન દીલીપ ઉર્ફે રાકેશ વલ્લભ વાઘેલા અને ભારતીબેન ઉર્ફે ગુડી કીરીટ બુટીયા હોવાનું જણાવ્યું હતું પોલીસે આ ટોળકી પાસેથી 7 લાખનો 60 ગ્રામ સોનાનો ઢાળીયો, રોકડા રૂપીયા 8,300, મોબાઇલ સહિત કુલ 7.13નો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાથમિક પૂછતાછમાં આજથી આશરે એક મહીના પહેલા મોરબીથી સુરત જતી વર્ણીરાજ નામની ટ્રાવેલ્સમાં ચારેય બેસી તારાપુર ચોકડીથી વટામણ ચોકડી વચ્ચે એક પેસેન્જરના થેલામાંથી રોકડ 30 હજારની ચોરી કર્યાની કબુલાત આપી હતી આ ટોળકી રાત્રિના તારાપુર ચોકડી પાસેથી સુરતથી જામકંડોરણા જતી રૂટની બસમાં બેસતા અને વહેલી સવારે ચોટીલા પાસે કિંમતી સામાન ચોરી ઉતરી જતા હોવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે.



