RMCના દરોડાથી સ્થાનિક પોલીસ કર્મચારીઓના તપેલા ચડે તેવી આશંકા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દરરોજ કરોડો રૂપિયાનો દારૂ એની રાજ્યોમાંથી કોઈને કોઈ રીતે ઘુસાડવામાં આવે છે અને જેમાંથી માત્ર સામાન્ય દારૂ જ પોલીસના હાથે ઝડપાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લાં કેટલાય સમયથી ગાંધીનગર એસ.એમ.સી ધોસ બોલાવી રહી છ. જિલ્લાના એક બાદ એક વિસ્તારોમાં દારૂ અંગેના દરોડા કરતા હવે સ્થાનિક પોલીસની સાથે જિલ્લાની મુખ્ય બ્રાંચની પણ આબરૂના ધજાગરા ઉડતા નજરે પડે છે તેવામાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વધુ એક દરોડો મૂળી તાલુકાના સાડધ્રા ગામે સીમ વિસ્તારમાં હરેશભાઈ જેમાભાઈ સરદિયાની વાડી ખાતે કરવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગર એસ.એમ.સીના સ્ટાફ દ્વારા દરોડા દરમિયાન વિદેશી દારૂના જુદા જુદા બ્રાન્ડની 42,300 નંગ બોટલ કિંમત 81,97,968/- રૂપિયા તથા બે બાઈક કિંમત 20 હજાર એમ કુલ 82,17,968/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ હરેશભાઈ જેમાભાઈ સરદીયા રહે: સાડધ્રા, તા: મૂળી તથા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ મૂળી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ સાડધ્રા ગામે વાડી વિસ્તારમાંથી અન્ય કોઈ મુદામાલ વગર જ વિદેશી દારૂ 81.97 લાખનો ઝડપાયો હતો જેથી આટલા મોટા પ્રમાણમાં અહીં વિદેશી દારૂનું કટીંગ થતું હોય અને સ્થાનિક પોલીસ અંધારામાં હોય તેવું અશક્ય માનવામાં આવે છે જેથી એસ.એમ.સીના આ દરોડા બાદ હવે આવતા દિવસોમાં એકાદ પોલીસ અધિકારી સહિતના કેટલાક પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થાય તેવી પૂર્ણ શક્યતા સેવાઈ રહી છે.
- Advertisement -