રાજકોટના શૂટર નિલરાજ રાણાએ સ્પોર્ટ્સ લો અને માનવ અધિકાર પર રજૂ કર્યું રિસર્ચ; ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એકેડેમીના વડા મિસ. અલેક્સઝેન્દ્રાએ કામગીરીને બિરદાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (છછઞ) ખાતે 27 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન ‘બીજું આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ’ સફળતાપૂર્વક યોજાયું હતું.
ભારત સરકારના ગૃહ મંત્રાલયના સહયોગ અને સેન્ટર ઓફ ઓલિમ્પિક એન્ડ એજ્યુકેશન રિસર્ચ (ઇઈઘછઊ) દ્વારા આયોજિત આ વિશ્વસ્તરીય કોન્ફરન્સમાં દેશ-વિદેશના રમતવીરો, કોચ, સંશોધકો અને સરકારી અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ ભારતના ઓલિમ્પિક લક્ષ્યો અને રમતગમતના ક્ષેત્રમાં શૈક્ષણિક અને સુરક્ષાત્મક સંશોધનોને પ્રોત્સાહન આપવાનો હતો.
આ આંતરરાષ્ટ્રીય મંચ પર રાજકોટના નેશનલ લેવલના શૂટર નિલરાજ રાણાએ વિશેષ હાજરી આપી હતી.
તેમણે સ્પોર્ટ્સ લો (રમતગમત કાયદો) અને માનવ અધિકાર જેવા ગહન વિષયો પર પોતાનું રિસર્ચ પેપર અને રિપોર્ટ રજૂ કર્યા હતા. નિલરાજ રાણાએ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એકેડેમી (ઈંઘઅ) ના વડા મિસ. અલેક્સઝેન્દ્રા કારાઈસ્કોઉ અને તેમની ટીમ સાથે વ્યક્તિગત મુલાકાત કરી ચર્ચા કરી હતી. નિલરાજ દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રે કરવામાં આવેલા આ મૌલિક સંશોધનથી આંતરરાષ્ટ્રીય ટીમ અત્યંત પ્રભાવિત થઈ હતી.
ભારત હવે માત્ર સ્થાનિક રમતગમત પૂરતું સીમિત ન રહેતા, 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક ગેમ્સના યજમાન બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે.
કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી કે કોઈપણ મોટી ઇવેન્ટની સફળતામાં માત્ર રમતવીરો જ નહીં, પરંતુ પ્રેક્ષકો અને સમર્થકોની ભૂમિકા પણ મહત્વની છે.
આ સાથે રમતગમત ક્ષેત્રે જોવા મળતા દૂષણો જેવા કે ભ્રષ્ટાચાર, ડોપિંગ અને ગેરરીતિઓને નાબૂદ કરી એક હકારાત્મક અને પારદર્શક સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.



