સહારાની જમીનમાં હેતુફેર કરવા અંગે આક્ષેપો કરનારા કોંગ્રેસના આગેવાનો સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે.ચાવડા કોર્ટમાં હાજર રહ્યા
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે સહારાની જમીનમાં હેતુફેર કરવા અંગે આક્ષેપો કરનાર કોંગ્રેસના નેતાઓને ગાંધીનગર કોર્ટમાં હાજર રહેવા આદેશ ફરમાવવામાં આવ્યો હતો. સહારાની જમીનમાં હેતુફેર કર્યા હોવાના આક્ષેપ સામે વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો હતો. જે કેસ અંતર્ગત ચારેય નેતાઓને કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે.
- Advertisement -
આ ફરીયાદની હકીકત એવી છે કે, વર્તમાન પત્રોમાં તથા ઈલેક્ટ્રોનીક મીડિયામાં આક્ષેપો કરનાર કોંગ્રેસના રાજકીય નેતાઓએ કોઈપણ આધાર પુરાવા વગર ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ કરવાનું એક ષડયંત્ર કરવામાં આવ્યું હતું. અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી સહારા કંપનીની જમીનમાં ઝોન ફે2 કરીને રૂપીયા 500 કરોડથી વધુ રકમનું નાણાકીય કોભાંડ આચરાયેલાના ખોટા આક્ષેપો સાથે પ્રેસનોટ માધ્યમથી જાહેરાત કરનાર કોંગ્રેસના આગેવાનો સામે ગાંધીનગરની કોર્ટમાં આરોપીઓ સામે બદનક્ષી અંગેની ફરીયાદ કરી હતી. જે ફરીયાદ મુજબ કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈશ્યુ થયો હતો.
ફરીયાદીએ કરેલી બદનક્ષીની ફરીયાદના સમર્થનમાં સાહેદોના નિવેદનો તથા દસ્તાવેજી પુરાવાઓ તથા વિવિધ વડી અદાલતોના ચુકાદાઓ રજૂ કર્યા હતા તેમજ બદનક્ષી અંગેની ફરીયાદ અંગે મૌખિક તથા લેખિત દલીલો રજુ કરી આરોપીઓએ જાણી જોઈને ફરીયાદીની આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો ગંભીર પ્રકારનો ગુનો કરેલો હોય તેવી દલીલો કરતા કોર્ટે આરોપીઓ સામે ફોજદારી કેસ દાખલ કર્યો છે. આ કામમાં ફરીયાદ પક્ષે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એસોસિએટસના અંશ ભારદ્વાજ, અમૃતા ભારદ્વાજ તેમજ ગાંધીનગરથી એડવોકેટ અલ્પેશ ભટ્ટ રોકાયા હતા.
આપનાં જૂઠા વાયદા પર જનતા ભરોસો નહીં કરે: વિજય રૂપાણી
- Advertisement -
પેઈન્ટર અકબર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રો તૈયાર કરીને રાજકોટમાં પ્રદર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જે કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા અને જીત્યા હતા. જેથી તેમને રાજકોટ માટે ખાસ લગાવ છે. નરેન્દ્ર મોદીની શરૂઆત વડનગરથી થઈ અને આજે વિશ્વના ટોચના નેતા તરીકે તેમની ગણના થઈ રહી છે. વધુમાં આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યુ કે, મનિષ સિસોદિયાએ કાયદાની કાર્યવાહીને રાજકીય રંગ આપી રહ્યાં છે. આપના જૂઠાણા પર પ્રજા વિશ્વાસ નહીં કરી કેમ કે ગુજરાતની પ્રજા સમજુ છે. ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડશે.