ત્રણ બેઠકમાં ભાજપ સામે લડવા ભાવિ રણનીતિ પર ચર્ચા: પૂર્વ પ્રદેશ પ્રમુખો અને નેતા વિપક્ષ સાથે તેમજ પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ પૂર્ણ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી(7 માર્ચ, 2025) બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે. લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ર્ચય રજૂ કર્યો હતો. આગામી વિધાનસભાને અઢી વર્ષ કરતા વધુ સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધી 2027ના ચૂંટણી જંગ માટે રણશિંગુ ફૂંકવા ગુજરાત આવી પહોંચ્યા છે.
આ બે દિવસમાં રાહુલ ગાંધી બ્લોક લેવલથી સિનિયર નેતાઓને મળશે. તમામના ફીડબેક મેળવ્યા બાદ કોંગ્રેસના સંગઠનમાં ધરખમ ફેરફારો થશે. રાહુલ ગાંધી સવારથી લઈ સાંજ સુધીમાં 500 જેટલા કોંગ્રેસીઓને મળશે. જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈ હાલના રાજ્યના તથા પાર્ટીના આંતરિક પ્રશ્ર્નો અંગે માહિતી મેળવશે. આમ પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં જ બેસશે.
પ્રથમ બેઠક વિધાનસભામાં વિપક્ષના નેતા તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી હતી. બેઠકમાં અનેક સૂચનોની આપ લે થઈ હતી. ત્યાર બાદ ત્યારબાદ પોલિટિકલ અફેર્સ કમિટી બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસ સમિતિના ઈન્ચાર્જ પ્રભારી વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ, વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા તથા અઈંઈઈના સંગઠન સચિવ કે.સી.વેણુગોપાલ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ખુલ્લા મને વાતચીત કરવામાં આવી હતી. ત્યાર બાદ કોંગ્રેસના માલધારી સેલ, મીડિયા સેલ સહિત 18 સેલના ચેરમેનો સાથે બેઠક થઈ હતી. જેમાં શું શું કામગીરી થઈ શકે, ક્યા ક્યા કાર્યક્રમ કરી શકાય અને ગુજરાતના નાગરિકોને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આમ ત્રણ બેઠક પૂર્ણ થઈ ગઈ છે.
આ ત્રણ બેઠકમાં વિવિધ સૂચનો આવ્યા છે. જેમાં ચૂંટણી પરિણામોને લઈ મળતી નિષ્ફળતાઓની જવાબદારી નક્કી કરવાનો પણ સૂર ઉઠ્યો છે. રાહુલ ગાંધી બપોર બાદ સંવાદ બેઠક યોજશે. જ્યારે સૌથી મહત્વની અંતિમ બેઠક તાલુકા અને નગરપાલિકા કક્ષાના પ્રમુખ સાથેની રહેશે. આવતીકાલે સમગ્ર રાજ્યના કાર્યકરો માટે સંવાદ કાર્યક્રમ યોજશે.
રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક મળી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા ચાલી રહી છે. હાલના સંગઠન માળખામાં બદલાવને લઈ પણ ચર્ચા થશે. એપ્રિલથી યોજાનાર સંવિધાનયાત્રા અંગે બેઠકમાં ચર્ચા થશે. બાદમાં 2 વાગે રાહુલ ગાંધી હોયલ હયાત જશે.
રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવનના પહેલા માળ પર યોજેલી પહેલી મિટિંગમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી, ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, સંગઠન સચિવ કે.સી વેણુગોપાલ, અઈંઈઈ સેક્રેટરી ઉષા નાયડુ, પૂર્વ સાંસદ અમી યાજ્ઞિક, પૂર્વ પ્રદેશ પ્રમુખો સિદ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોર હાજર રહ્યા હતા.