ગંદકીભર્યા માર્ગ પરથી નીકળતા અનેક રાહદારીઓને ભારે હાલાકી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
મુળી તાલુકાનું સૌથી મોટું અને વધુ વસ્તી ધરાવતા સરા ગ્રામ પંચાયતની કામગીરી ખાડે ગઈ હોય તેમ વારંવાર સ્થાનિક ગ્રામજનોને પ્રાથમિક સુવિધાના પ્રશ્ને તંત્રને રજૂઆતો કરવી પડે છે ત્યારે સરા ગામે જુના બસ સ્ટેન્ડ નજીક અહીંના શનિક ગ્રામજનોને નિકળવા માટેનો મુખ્ય માર્ગ હોવા છતાં અહીં ગંદકીનું સામ્રાજ્ય નજરે પડે છે ગંદા પાણી અને ગંદકી હોવાના લીધે દુર્ગંધ ભર્યું વાતાવરણ હોવા છતાં ન છૂટકે ગ્રામજનોને અહીંથી પસાર થવું પડે છે જેને લઇ સ્થાનિકોને છેલ્લા કેટલાક સમયથી ભારે હાલાકી ભોગવવી પડે છે જોકે આ અંગે સરા ગ્રામ પંચાયતના હોદ્દેદારોને જાણ કરી હોવા છતાં આજદિન સુધી જાહેર માર્ગમાં રહેલી ગંદકીને દૂર કરી સ્વછતા અંગે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી જેથી ગ્રામ પંચાયત સામે સ્થાનિકો દ્વારા પણ રોષ વ્યક્ત કરાયો છે.



