ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદરના રજપૂત ફળિયામાં ક્ષત્રિય યુવક મંડળ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષ પણ ગણેશ ચતુર્થીના દિવસે ભવ્ય ડોમ બનાવી સમસ્ત ગંજીવાડાના તમામ જ્ઞાતિના લોકો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે આ ગણપતી ઉત્સવ દરમ્યાન દરરોજ રાત્રીના નાની દીકરીઓ દ્વારા રાસ ગરબા લેવામાં આવે છે અને દીકરીઓને દરરોજ પ્રસાદ રૂપે નાસ્તો આપવામાં આવે છે દરરોજ સવાર સાંજ વિધ્નહર્તા ગણપતિ દેવતાની આરતી ઉતારવામાં આવે છે.
ક્ષત્રિય યુવક મંડળના સભ્યો દ્વારા એક સરખા ડ્રેસમાં શિસ્તબંધ રીતે આ ઉત્સવની ઉજવણી કરીને સવાર સાંજ ગણેશ ભગવાન આરતી સાથે ગણેશ વંદના કરવામાં
આવે છે.