ભરૂચના હાંસોટ તાલુકામાં 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 5 લોકોના કમકમાટીભર્યા મોત, કારમાં સવાર એક બાળકનો ચમત્કારિક બચાવ.
ભરૂચ જિલ્લામાં ભયાનક અકસ્માત સર્જાતા એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ થયા છે, મૃતકોમાં માતા-પિતા, 2 દીકરીઓ સહિત 5 લોકો સામેલ છે. હાલ હાંસોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
- Advertisement -
બે કાર સામ સામે અથડાઈ
મળતી માહિતી અનુસાર, ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે ગઈકાલે વર્ના કાર અને વેન્યૂ કાર ધડાકાભેર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
વર્ના કારમાં સવાર પાંચ લોકોના મોત
આ અકસ્માત એટલો ભયાનક હતો કે વર્ના કારમાં સવાર પાંચ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે વેન્યૂ કારમાં એરબેગ ખુલ્લી જતાં કારમાં સવાર લોકોનો જીવ બચી ગયો હતો. તો વર્ના કારમાં સવાર 2 વર્ષનું બાળક બચી ગયું હતું. સ્થાનિકોએ 2 વર્ષના બાળકને સાવચેતી પૂર્વ બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડ્યુ હતું. વર્ના અને વેન્યુ કાર વચ્ચેની ટક્કર એટલી ખતરનાક હતી કે બંને કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો.
એક જ પરિવારના પાંચ લોકોનાં મોત
આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. પોલીસની તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં હુન્ડાઈ વર્ના કાર (GJ06 FQ 7311) ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઈક્રામભાઈના નામે રજિસ્ટ્રર હોવાનું સામે આવ્યું હતું, જ્યારે હ્રુન્ડાઈ વેન્યુ કાર (GJ16 DG 8381) ભરૂચના હિરેન્દ્રસિંહના નામે રજિસ્ટ્રર હોવાનું સામે આવ્યું હતું.
- Advertisement -