ખાસ-ખબર સંવાદદાતા
લખનઉમાં ઙઞઇૠ ન રમવા મળતા નારાજ થયેલા 16 વર્ષના છોકરાએ પોતાની માતાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ત્રણ દિવસ સુધી તેણે ઘરમાં જ લાશને છુપાવીને રાખી હતી. હત્યા પછીની રાત આ છોકરાએ તેની 10 વર્ષની બહેન સાથે વીતાવી હતી. બીજા દિવસે એટલે કે રવિવારે તે બહેનને ઘરમાં પુરીને દોસ્તના ઘરે ગયો હતો. રાતે દોસ્તને જોડે લઈને આવ્યો અને ઓનલાઈન ઓર્ડર કરીને જમવાનું મંગાવ્યું હતું. જમ્યા પછી લેપટોપ પર મુવી જોયું હતું.
દોસ્તે માતા વિશે પૂછ્યું તો જણાવ્યું કે દાદીની તબિયત ખરાબ છે. મમ્મી તેની સાથે ગઈ છે. હત્યાના ત્રણ દિવસ પસાર થયા પછી એટલે કે સોમવારની રાતે વધુ એક દોસ્તને રોકાવવા બોલાવ્યો હતો. આ રાતે બંનેએ કઈંક જમવાનું ઘરે બનાવ્યું. ઈંડા કરી ઓનલાઈન મંગાવી હતી. ત્યાં સુધીમાં મૃતદેહ સડવા લાગ્યો હતો અને ગંધ આવી રહી હતી. દોસ્તને આ વાતનો ખ્યાલ ન આવે એ માટે તેણે આખા રૂમમાં રૂમ ફ્રેશનર છાટ્યું હતું. મંગળવારની સવારે દોસ્ત જતો રહ્યો તો આરોપી રમવા નીકળ્યો હતો. સાંજ સુધીમાં દુર્ગંધ ફેલાવવા લાગી તો તેણે પિતાને વીડિયો કોલ કર્યો. અને આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું. નવીન કુમાર સિંહ હજી ઘરે પહોંચ્યા નથી. તેમના સંબંધીઓએ આ અંગે પોલીસને માહિતી આપી છે. પોલીસ સંબંધીઓની પૂછપરછ કરી રહી છે.
- Advertisement -
મૂળરૂપે વારાણસીના રહેવાસી નવીન કુમાર સિંહ સેનામાં જુનિયર કમીશન્ડ ઓફિસર છે.તેમનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં છે. લખનઉના પીજીઆઈ વિસ્તારમાં યમુનાપુરમ કોલોનીમાં તેમનું મકાન છે. જ્યાં તેમના પત્ની સાધના (40 વર્ષ) પોતાના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રી સાથે રહેતા હતા. પુત્રએ મંગળવારે રાત્રે પોતાના પિતા નવીનને વીડિયો કોલ કરીને જણાવ્યું કે તેને માની હત્યા કરી નાખી છે. તેમના પિતાને મૃતદેહ પણ દેખાડ્યો. નવીને એક સંબંધીને ફોન કરીને તાત્કાલિક પોતાના ઘરે મોકલ્યો. પોલીસ પહોંચી તો ઘરની અંદરની સ્થિતિ જોઈને હેરાન થઈ ગયો.
અઉઈઙ કાશિમ આબ્દીના જણાવ્યા મુજબ પુત્ર મોબાઈલ પર ગેમ રમવાનો વ્યસની હતો, પરંતુ સાધના તેને ગેમ રમવાને લઈને ટોકતી હતી. શનિવારે રાત્રે પણ તેમને પુત્રને ગેમ ન ખેલવાનું કહ્યું, જેનાથી પુત્ર નારાજ થઈ ગયો. રાત્રે લગભગ 2 વાગ્યે જ્યારે સાધના ગાઢ નીંદરમાં હતી, તેને કબાટમાંથી પિતાની પિસ્તોલ કાઢી અને માની હત્યા કરી નાખી. જે બાદ બહેનને ડરાવીને-ધમકાવીને તે રૂમમાં જ બંધ કરી દીધી