ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
માણાવદર પંથકમાં વાડીની ઓરડીમાં ચાલતી ક્લબ પર પોલીસે રેઇડ પાસે જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડી રોકડ, મોબાઈલ સહિત 1,15,520નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. 2 જુગારી નાસી જતા તપાસ હાથ ધરી હતી. માણાવદર તાલુકાનાં જીંજરી ગામની ભીમોરાનાં માર્ગ તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીમાં ગોવિંદ ભગવાનજીભાઇ કુંડારીયા પોતાની માલિકીની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા માણાવદરના ઇન્ચાર્જ પીઆઈ એમ. એચ. હિરપરાની ટીમે રેઇડ કરી હતી.
કાર્યવાહીમાં જીંજરી ગામનો કેવિન અશોકભાઇ પરસાણીયા, મહેશ રાણાભાઇ જલુ, દગડ ગામનો લખમણ ગોવિંદભાઇ હુંબલ, ઉંટડી ગામનો જયસુખ મનસુખભાઇ કમાણી, ભાલેચડાનો સુરેશ અરજણભાઇ ધ્રાંગા, દગડ ગામનો અજીત ભોજાભાઇ ડાંગરને રૂપિયા 65,520ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા. ખેલીઓ પાસેથી રોકડ ઉપરાંત 6 મોબાઇલ ફોન કુલ રૂપિયા 1,15,520નો મુદ્દામાલ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. દરોડા દરમ્યાન જુગાર ધામનો સંચાલક ગોવિંદ ભગવાનજી કુંડારીયા અને ધોરાજી તાલુકાના કલાણા ગામનો રાજુ પટેલ નામનો શખ્સ હાજર નહીં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.