ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.6
મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે તો પોલીસ ટીમો પણ જુગારીઓને ઝડપી લેવા દિવસ રાત કાર્યરત જોવા મળે છે મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં છ સ્થળે રેડ કરી પોલીસ ટીમોએ કુલ 23 પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે.પ્રથમ રેડમાં મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં વિશ્વાસ પોલીપેક કારખાના પાસે આરોપી ધવલ સુરેશ પટેલ રહે મોરબી વાળાની વાડીની ઓરડીમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી વાડીની ઓરડીમાં જુગાર રમતા લખમણ બાબુભાઈ ગોગરા, ધ્રુવ કાંતિલાલ ફૂલતરીયા, ભરત ઠાકરશીભાઈ પાંચોટિયા, મગન વાલજીભાઈ નારણીયા, રમેશ વાઘજીભાઈ સીણોજીયા અને જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ રાઘવજીભાઈ ઘેટિયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ 1,17,700 જપ્ત કરી છે આરોપી ધવલ પટેલ હાજર મળી આવ્યો ના હતો જેથી હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે બીજી રેડમાં વાંકાનેર સીટી પોલીસ ટીમે નવાપરા હનુમાન મંદિર પાછળ રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા પ્રદીપ રઘુભાઈ સરાવાડિયા, રાહુલ હમીરભાઈ ગાંભા અને જોશ્નાબેન જેન્તીભાઈ બાવળિયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ 1900 જપ્ત કરી છે આરોપી કાના શિવા કોળી નાસી જતા વધુ તપાસ ચલાવી છે.
ત્રીજી રેડમાં ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રવિભાઈ મગનભાઈ સીપરા, સતીષ ચંદુલાલ મેણીયા અને સાગર રાજેશ બાવરવાને ઝડપી લઈને રોકડ રૂ 10,600 જપ્ત કરી છે ચોથી રેડમાં મોરબી તાલુકા પોલીસ ટીમે નવા જાંબુડિયા ગામે બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રાહુલ લાભુભાઈ ઉડેચા, નીલેશ જેઠાભાઈ મુંધવા, સિકંદર વલીમામદ સંધવાણી અને હરખાભાઈ સામજીભાઇ સાલાણી એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ 10,070 જપ્ત કરી છે પાંચમી રેડમાં મોરબી તાલુકા પોલીસ ટીમે નવા જાંબુડિયા ગામે સલાટવાસમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા મહેબુબ ઓસમાણ સુમરા, જગદીશ રમેશ બોડા અને વિનોદ હીરાભાઈ જોલાપરા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ 10,100 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
જયારે છઠ્ઠી રેડમાં મોરબીના લક્ષ્મીનગર ગામમાં આવેલ કોળીવાસમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા મુન્નાભાઈ નાનજીભાઈ ડાભી, સુનીલ બાબુભાઈ રાણેવાડિયા, સંજય બાબુભાઈ રાણેવાડિયા અને પ્રતાપ નથુભાઈ સાલાણી એમ ચારને દબોચી લઈને રોકડ રૂ 11,200 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસે બે જૂદા-જૂદા જુગારધામ પર દરોડા પાડી 10 આરોપીઓને ઝડપ્યા
ટંકારા પોલીસે બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા કુલ 10 લોકોને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને દરોડામાં કુલ રૂ. 41,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વીરપર ગામમાં દરોડો: ટંકારા પોલીસને વીરપર ગામના નવા પ્લોટ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જેમાં રવીભાઈ મગનભાઈ સીપરા, સતીષભાઈ ચંદુલાલ મેણીયા, અને સાગરભાઈ રાજેશભાઈ બાવરવા નામના ત્રણ આરોપીઓને રોકડ રૂ. 10,600 સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
લજાઈ ગામ નજીક દરોડો: બીજી ઘટનામાં, લજાઈ ગામથી ભરડીયા રોડ પર બજરંગ પોલીમર્સ કારખાના પાસે આવેલી એક વાડીની ઓરડી બહાર જુગાર રમતા 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં ચીમનભાઈ ચંદુભાઈ ભાભોર, સુરસિંહ ભનાભાઈ છપનીયા, કેવલભાઈ નાનસિંહ મેડા, નિલેશભાઈ રમેશભાઈ ભુરીયા, ઇન્દ્રભાઇ બસુભાઇ બીલવાલ, કેરલાભાઇ રેમલીયાભાઇ મેડા, અને દિનેશભાઇ બસુભાઇ સીંગાડ નો સમાવેશ થાય છે, જેઓ મધ્ય પ્રદેશ અને દાહોદના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂ. 31,000 જપ્ત કરી છે.
આ તમામ 10 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.