ચૂંટણી પૂર્વે શિંદે સરકાર દ્વારા હિન્દુત્વને આગળ ધરવા પ્રયાસ
મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં ધારાસભા ચૂંટણીની જાહેરાત થશે તે પૂર્વે જ રાજય સરકારે ગાયને રાજયમાતા જાહેર કરી છે. ગાયને ભારતના આર્થિક અને સાંસ્કૃતિક તેમજ ધાર્મિક ક્ષેત્રનુ પ્રતિબિંબ ગણાવતા રાજય સરકારે જણાવ્યુ હતુ કે ભારતીય પરંપરા મુજબ રાજયમાં ગાયને હવે એક ખાસ દરજજો આપવામા આવ્યો છે.
- Advertisement -
તે રાજયમાતાનો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યુ હતુ કે દેશભરમાં ગાયના અનેક અલગ અલગ વંશ જોવા મળે છે અને તેની સંભાળ જરૂરી છે પરંતુ જે રીતે ગાયોની સંખ્યા ઘટતી જાય છે તે ચિંતાજનક છે અને તેથી ગૌવંશની જાળવણી માટે આ નિર્ણય લીધો છે. તેના માટે ખાસ કાનૂન અને નિયમો બનાવશે. રાજયમાં ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પક્ષે ધાર્મિક લાગણીઓને મતમાં પલ્ટાવવા આ નિર્ણય લીધો હોવાનો આરોપ વિપક્ષોએ મૂકયો હતો.