ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ટેસ્ટ ડ્રો જાહેર કરવામાં આવી છે. મેચ વરસાદ બાદ ખરાબ લાઈટના કારણે રોકી દેવામાં આવી હતી. ભારતને જીતવા ટાર્ગેટ મળ્યો હતો.
ચોથી ટેસ્ટ મેલબોર્નમાં રમાશે
ગાબા ટેસ્ટ મેચ ખરાબ હવામાનને કારણે જ્યારે મેચ અટકી ત્યારે યશસ્વી જયસ્વાલ (4) અને કેએલ રાહુલ (4) ક્રિઝ પર હતા. ભારતીય ટીમે બીજી ઈનિંગમાં 8/0નો સ્કોર બનાવ્યો હતો. ટ્રેવિસ હેડને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેણે પ્રથમ ઇનિંગમાં શાનદાર 151 રન બનાવ્યા હતા. 5 મેચોની આ સીરિઝ 1-1 થી બરાબર છે. હવે સીરિઝની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી (બોક્સિંગ-ડે ટેસ્ટ) રમાશે.
- Advertisement -
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 445 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની પ્રથમ ઈનિંગ 260 રન પર સમેટાઈ ગઈ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાને 185 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં સાત વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા અને તેની કુલ લીડ 274 રનની થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગ ડિકલેર કરી હતી અને ભારત સામે 275 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જો કે વરસાદને કારણે મેચ ડ્રો કરવાનો નિર્ણય કર્યો હતો.
બંને દેશોને WTCની ફાઈનલમાં પહોંચવા સીરિઝ મહત્વપૂર્ણ
- Advertisement -
બોર્ડર ગાવસ્કર સીરિઝમાં પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે 295 રનથી જીત મેળવી હતી. જ્યારે એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત હાંસલ કરીને સીરિઝને 1-1થી બરાબર પર લાવી દીધી હતી. હવે ગાબા ટેસ્ટનું પરિણામ શું આવે છે તેના પર તમામની નજર રહેશે. વરસાદની સંભાવના તેમજ બંને દેશ જીતવાની આશા જીવંત છે. નોંધનીય છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે આ સીરિઝ બંને દેશ માટે મહત્વપૂર્ણ છે.