રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારી-પદાધિકારીઓ જવાબ આપે
- જી.ડી. અજમેરા એજન્સી ઉપર છેલ્લા છ મહિનામાં અનેક ફરિયાદો થઈ હોવા છતાં કોઈ નક્કર પગલાં કેમ લેવાયા નથી?
- કોર્પોરેશનમાં થયેલા કૌભાંડમાં મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયાની ભૂમિકા સામે કોઈ તપાસ કેમ નથી થઈ રહી?
- અજમેરા એજન્સીના ગૌરવ ધિરેન અજમેરા અને કોર્પોરેશનના વિપુલ ઘોણીયા વિરુદ્ધ કોઈ તપાસ કરવામાં આવી રહી છે? જો તપાસ થઈ રહી છે તો કોને સોંપવામાં આવી છે અને ક્યારે પૂરી થશે?
- જી.ડી. અજમેરા એજન્સી દ્વારા આચરાયેલા કરોડોના કૌભાંડો પર પડદો પાડવા કોણ દબાણ કરી રહ્યું છે? કોણ-કોણ આ કૌભાંડોમાં સંકળાયેલા છે?
- જી.ડી. અજમેરા એજન્સીએ કરાર આધારિત કર્મચારીઓના પગાર, પીએફ, જીએસટી, સીજીએસટી સહિતની રકમમાં કરોડોની ઉચાપત કરી છે તો શું એ કર્મચારીઓને પોતાની મહેનતની કમાણી પાછી અપાવશો? અજમેરા એજન્સીને બ્લેકલિસ્ટેડ કરશો?
જી.ડી. અજમેરા એજન્સીનાં ગૌરવ ધિરેન અજમેરા જવાબ આપે
- સુરેન્દ્રનગરમાં એજન્સીને કેમ બ્લેકલિસ્ટેડ કરવામાં આવી છે? જી.ડી. અજમેરા એજન્સી ઉપર કોઈ સવાલ કે શંકા કરે છે તો સંતોષજનક ખુલાસો કેમ કરવામાં નથી આવતો?
- ખાસ-ખબરમાં પ્રસિદ્ધ કરોડોના કૌભાંડ અંગે પુરાવા સહિતના અહેવાલો ખોટા છે તો સત્ય શું છે? આખરે કોના ઈશારે અને આશીર્વાદથી આટલું મોટું કૌભાંડ આચર્યું?
- શું કોર્પોરેશનના વિપુલ ઘોણીયા સાથે મળી કરોડોની ગોલમાલ નથી કરી? વિપુલ ઘોણીયાએ કાયમી ભરતીમાં પણ કૌભાંડ આચર્યું છે. આ બધામાં જી.ડી. અજમેરા એજન્સીની સંડોવણી નથી?
- ગૌરવ અને ધિરેન, મહિલા કર્મચારીઓને પોતાની કેબીનમાં બોલાવી ધમકાવો છો? જે ઓડિયો ક્લિપ મીડિયામાં આવી છે એ વિશે શું કહેશો?
- પગાર, પીએફ, જીએસટી, સીજીએસટી, ઈએસઆઈસીની રકમ ખાઈ નથી ગયા તો બેંક ડિટેલ્સ અને સ્ટેટમેન્ટ જાહેર કેમ નથી કરતા?
જો જી.ડી. અજમેરા મેનપાવર એજન્સી, ગૌરવ ધિરેન અજમેરા, મહેકમ વિભાગનાં આસિ. મેનેજર વિપુલ ઘોણિયા અને રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારી-પદાધિકારીઓ દૂધે ધોયેલાં હોય તો ‘ખાસ-ખબર’નાં આ સવાલોનાં જવાબો આપે
- Advertisement -
જી. ડી. અજમેરા એજન્સીના ગૌરવ ધિરેન અજમેરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયા દ્વારા 400 જેટલા કર્મચારીઓની PF, GST, CGST, ESIC ની રકમમાં આશરે 15 કરોડ રૂપિયાનું કૌભાંડ તેમજ કોવિડ-19માં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 120 આયુષ ડોક્ટરો પૈકી એક આયુષ ડોક્ટર દીઠ અંદાજે રૂ. 5 હજાર તફડાવી 5 કરોડ રૂપિયાનું કૌભાંડ તથા વિપુલ ઘોણીયાએ સુપરીયર ફિલ્ડવર્કરની કાયમી ભરતીમાં લાખો રૂપિયા લઈ 80 માર્ક્સ સાથે પાસ થયા હોવા છતાં લાયક ઉમેદવારની જગ્યાએ 75-76 માર્ક્સવાળા મતલબ કે ઓછા માર્કસવાળા ઉમેદવારોની કાયમી ભરતીનું કૌભાંડ કર્યું છે. આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેનપાવર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ધરાવતી જી.ડી. અજમેરા એજન્સીએ કેટલાંક કરાર આધારિત કર્મચારીઓનો પગાર જ નથી ચૂકવ્યો અને આ તમામ બાબતો અંગે અનેકવાર ફરિયાદો થઈ હોવા છતાં, મીડિયામાં સમગ્ર કૌભાંડો પર્દાફાશ થયા હોવા છતાં અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં કરવામાં આવી નથી!