ખાસ-ખબર સંવાદદાતા
ભારતની અધ્યક્ષતામાં G-20 શિખર સંમેલન 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવનિર્મિત સ્ટેટ ઓફ આર્ટ ક્ધવેન્શન કોમ્પ્લેક્સમાં યોજાશે. આ સમિટને લઈને નવી દિલ્હીમાં મોટાપાયે ટઈંઙ મૂવમેન્ટ થશે. આ જોઈને દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે 8 થી 10 સપ્ટેમ્બર સુધી જાહેર રજા જાહેર કરી છે. નવી દિલ્હીમાં તમામ ખાનગી ઓફિસો, મોલ અને બજારો ત્રણ દિવસ માટે બંધ રહેશે. તમામ શાળાઓમાં 3 દિવસની રજા રહેશે.
G-20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે 8 થી 10 સપ્ટેમ્બરને જાહેર રજા તરીકે જાહેર કરવાની ભલામણ કરી હતી. આ પછી દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. સીએમ અરવિંદ કેજરીવાલના નિર્દેશો હેઠળ નવી દિલ્હી જિલ્લા હેઠળ આવતી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પણ ત્રણ દિવસ માટે બંધ રહેશે. દિલ્હી સરકાર અને ખઈઉના તમામ ઓફિસો બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, કેટલીક શાળાઓ અને કોલેજોને ઓનલાઈન મોડ પર સ્વિચ કરવા માટે કહેવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિવાય કેટલીક ઓફિસોને 8 થી 10 સપ્ટેમ્બર સુધી ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવી શકે છે. આ ઉપરાંત દિલ્હી પોલીસના નવી દિલ્હી જિલ્લામાં પૂર્વ નિર્ધારિત નકશા મુજબ દુકાનો અને ધંધાકીય પ્રસ્થાન પણ બંધ રહેશે.
જો કે આ દરમિયાન મેટ્રો સેવા ચાલુ રહેશે. ટ્રાફિક પોલીસના સ્પેશિયલ કમિશનર એસ.એસ. યાદવે લોકોને અપીલ કરી છે કે G-20 સમિટ દરમિયાન જો તેઓ રસ્તાના બદલે મેટ્રોથી મુસાફરી કરે તો કોઈ મુશ્કેલી નહીં આવે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, હોસ્પિટલ જેવા સ્થળોએ જવા માટે મેટ્રોનો વધુને વધુ ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
જો કે સુરક્ષા વ્યવસ્થાના કારણે કેટલાક મેટ્રો સ્ટેશન જેવા કે સુપ્રીમ કોર્ટ, ખાન માર્કેટ, મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટરીએટ 8 થી 10 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવી શકે છે. પરંતુ અન્ય તમામ મેટ્રો સ્ટેશન ખુલ્લા રહેશે અને મેટ્રો તમામ લાઇન પર દોડશે.
G-20માં યુરોપિયન યુનિયનને બાદ કરતાં 19 શક્તિશાળી દેશોનો સમાવેશ થાય છે. તેમાં મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, મેક્સિકો, આર્જેન્ટિના, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ભારત, ઇન્ડોનેશિયા, રશિયા, તુર્કી, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, યુકે, સાઉદી અરેબિયા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
આ વખતે G-20 સમિટમાં મહેમાનોની યાદીમાં બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ, નાઇજીરીયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને સંયુક્ત આરબ અમીરાત (ઞઅઊ)નો સમાવેશ થાય છે. સમિટ, મિશનમાં ભાગ લેવા આવી રહેલા વિશ્વભરના ટોચના નેતાઓના સ્વાગત અને આવાસ માટે વિદેશ મંત્રાલય દ્વારા કુલ 35 હોટલ બુક કરવામાં આવી છે.
G-20 સમિટ: 8-10 સપ્ટેમ્બરે દિલ્હીમાં શાળા-કૉલેજ: ઑફિસ અને બજાર બંધ રહેશે
