200 કલાક- 300 બેઠકો અને ગત ગુરૂવારે રાત્રીના સૌ સંમત થયા
વાત યુક્રેન યુદ્ધ- રશિયા આક્રમકતા અને પશ્ચીમ દેશોની ભૂમિકા પર અટકતી હતી
- Advertisement -
જી-20ની બેઠકમાં જે રીતે ન્યુ દિલ્હી ડેકલેરેશન કોઈ વિરોધ વગર અને રશિયા-ચીનના પ્રતિનિધિઓની હાજરીમાં સ્વીકારાયું તે ભારત અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી મોટી ડિપ્લોમેટીક જીત ગણવામાં આવે છે. છેલ્લે બાલી-શિખર પરિષદમાં આખરી ડેકલેરેશન મંજુર કરાવી શકાયુ ન હતું અને ખાસ કરીને યુક્રેન યુદ્ધમાં રશિયાની ટીકા પણ કરવામાં આવી હતી પણ ભારતે પ્રથમથીજ એક નિશ્ચીત વલણ લીધું કે આ કોઈ દ્વીપક્ષીય કે લશ્કરી અથવા રાષ્ટ્રસંઘ જેવો મંચ નથી કે સૌ પોતાના મુદાને જ વળગી રહીને તેમાં સૌ એકબીજા સામે આવે.
“History has been created…”: PM Modi on New Delhi Leaders’ Declaration
Read @ANI Story | https://t.co/nEqLmOYrih#PMModi #NewDelhiLeadersDeclaration #G20India2023 #G20SummitDelhi #G20India pic.twitter.com/EniIa5sxSF
- Advertisement -
— ANI Digital (@ani_digital) September 9, 2023
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતે યુક્રેન જ નહી વિશ્વના કોઈપણ દેશના સાર્વભૌમત્વને સન્માન મળે તે મુદો આગળ ધર્યો હતો. આ ઉપરાંત આફ્રિકન યુનિયનના 54 દેશોના એક સમૂહ તરીકે જી.20માં જોડવામાં પણ ભારતે સફળતા મેળવી હતી. ભારતે આ માટે નાના દેશો બ્રાઝીલ, દ.આફ્રિકા, ઈન્ડોનેશિયાને સાથે લીધા. ભારતે દિલ્હી ડેકલેરેશનના અલગ-અલગ 15 ડ્રાફટ તૈયાર કર્યા. જી.20ના શેરપા તરીકે નીતિ આયોગના પુર્વ ઉપાધ્યક્ષ અમિતાભ કાંતે લખ્યું કે લગભગ 200 કલાકની વાતચીત 300 બેઠકો બાદ એક સહમતી સધાઈ હતી. છેલ્લે સુધી આ ડેકલેરેશનમાં રશિયાએ સીધો મુદો ઉઠાવીને યુક્રેન યુદ્ધ માટે
Delhi declaration in line with discussions, "stepping stone" for peace in Ukraine: EU
Read @ANI Story | https://t.co/LpISdKn2oV#IndiaG20 #G20 #Ukraine #Russia #EU #DelhiDeclaration pic.twitter.com/P2z2GAvb1d
— ANI Digital (@ani_digital) September 10, 2023
તેને ગુન્હેગાર ગણવાના કોઈપણ ડ્રાફટ સામે વિરોધ કર્યો તો પશ્ચીમી દેશો ફરી એક વખત રશિયાને ફટકાર માટે તૈયાર હતા. અંતે વિદેશમંત્રી એસ.જયકીશન અને ખાસ કરીને શેરપા અમિતાભ કાંત અને તેની ટીમે ગુરુવાર રાત્રીના તમામ સભ્ય દેશોને આ ડેકલેરેશનની ભાષા માટે સહમત કરી લીધા હતા. ભારતે યુક્રેન યુદ્ધથી જે વિશ્વના દેશો પર આર્થિક પ્રભાવ પડી રહ્યો છે. અન્ન કટોકટી સર્જાઈ શકે છે તે મુદો આગળ ધર્યો તો અમેરિકા સહિતના દેશો યુદ્ધમાં જે ઈંધણ ભરી રહ્યો છે તે પણ આગળ ધરી સૌને ‘સહન’ કરવું પડે છે તે દબાણ બનાવ્યું.