દુનિયાના અડધાથી વધુ મહાસાગરોમાં પાણીની તપાસ કરીને રંગ પરિવર્તન તપાસ્યું
ઇકો સિસ્ટમ પર જે વિપરિત અસર થઇ રહી છે તે અસાધારણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાણીને આમ તો કોઇ રંગ હોતો નથી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મહાસાગરોમાં પાણીનો રંગ બદલાઇ રહયો છે. વૈજ્ઞાનિકોએ ઘણા વર્ષોના સંશોધન પછી પુષ્ટી કરી છે કે મહાસાગરોનો રંગ જળવાયુ પરિવર્તનના મહાસાગરના પાણીમાં પરિવર્તન જોવા મળી રહયું છે. આ અંગેનું સંશોધન બ્રિટનના સાઉથેમ્પ્ટનમાં આવેલા નેશનલ ઓશનોલોજી સેન્ટરના કલાયમેટ ચેન્જ અને ઓશનોલોજીના નિષ્ણાત બીબી કેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.
કેલના જણાવ્યા અનુસાર દુનિયાના અડધાથી વધુ મહાસાગરોમાં પાણીની તપાસ કરીને રંગ પરિવર્તન તપાસ્યું છે.
તપાસમાં જે પરીણામ મળ્યું છે તે ચોંકાવનારુ છે. આ પહેલા આવી પરીસ્થિતિ કયારેય જોવા મળી ન હતી. ઇકો સિસ્ટમ પર જે વિપરિત અસર થઇ રહી છે તે અસાધારણ છે.
- Advertisement -
આ પરિવર્તન પ્લેંકટન વચ્ચે થઇ રહેલા ફેરફારના લીધે થતું હોય તે શકય છે. આ પ્લેંકટન ખૂબજ મહત્વના હોય છે કારણ કે દરિયાઇ ખોરાકની શૃખલામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને વાતાવરણને સ્થિર રાખવા માટે પણ અગત્યના છે. પાણીના રંગમાં પરિવર્તન આવી રહયું છે તેને ગંભીરતાથી લેવાની જરુર છે કારણ કે ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલું છે. ફોટોજેનિક માટે જવાબદાર ફાઇટોપ્લાંકનથી વનસ્પતિ જેવો લીલો કલોરોફિલ હોય છે. ફાઇટોપ્લાંકટન ઓકસિજન પેદા કરે છે જેનાથી જીવસૃષ્ટિ શ્ર્વાસ લે છે. આ વૈશ્ર્વિક કાર્બન ચક્ર અને સમુદ્રી પોષણ કડી માટે જરુરી છે. જયાં દરિયાના પાણીનો રંગ આછો લીલાશ પડતો નથી હોતો ત્યાં જીવનની શકયતા ઓછી રહે છે. આ પરિવર્તન ઓછો કલોરોફિલ દર્શાવે છે જે છેવટે તો ઓકિસજનની જ કમી ગણાય છે.