કોઈ કંપનીનાં હોદ્દા પર પણ નહિં રહી શકે: શેર – મ્યુચ્યુઅલ ફંડ સહિતનું હોલ્ડીંગ ફ્રીઝ
સિકયોરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ત્રણ વર્ષ માટે સિકયોરીટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો હતો. લીકર બીઝનેસમેનને ત્રણ વર્ષ માટે કોઈપણ લિસ્ટેડ કંપનીમાં કોઈ પદ પર રહેવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.સેબીએ માલ્યાના તમામ શેર, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ સહીત તમામ સિકયોરીટીઝ હોલ્ડીંગને ફ્રીઝ કરવાનો આદેશ કર્યો છે.
- Advertisement -
સેબીએ કહ્યું હતું કે, માલ્યા મેટરહોર્ન વેન્ચર્સ નામની FII એન્ટિટી મારફતે ભારતનાં તેની ગ્રુપ એન્ટિટીની સ્ક્રીપ્સમાં પરોક્ષ રીતે અત્યાર સુધી ટ્રેડ કરતો રહ્યો છે અને સિકયોરીટી માર્કેટમાં તેના રોકાણની સાચી ઓળખ છુપાવી રહ્યો છે. હવે તે શકય નહિં બને.
સેબીના આદેશ અનુસાર એફઆઈઆઈ એન્ટિટીનો ઉપયોગ અગાઉની સ્પિરીટ કંપની હર્બર્ટસન અને યુનાઈટેડ સ્પિરીટસ (યુએસએલ)ના શેરના સોદા માટે કરવામાં આવ્યો હતો.
મર્જર અને એકિઝિશન્સ દ્વારા હર્બર્ટન્સ એ યુએસએલ બની ગઈ હતી જેની માલીકી હાલમાં બ્રિટીશ મલ્ટીનેશનલ ડિયાજીયોની છે. સેબીએ કહ્યું હતું કે, માલ્યાનું આ પ્રકારનું કૃત્ય ફ્રોડ અને ચોરીછુપીથી થતુ કૃત્ય તો છે જ. પરંતુ સિકયુરીટીઝ માર્કેટ માટે પણ જોખમ છે.