રામ બોલો ભાઈ રામ: દૂષિત પાણીની અંતિમયાત્રા સાથે પોરબંદરમાં અનોખી રેલીનું આયોજન
પ્રદર્શનમાં લોકોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ
રેલીમાં હજારો લોકોએ કાળા કપડાં પહેરીને તેમની નારાજગી વ્યક્ત કરી હતી. “આંદોલનના રાજકીય કાર્યક્રમોની તુલનામાં અનેકગણું મોટું અને સ્વાભાવિક ઉપસ્થિતી અહીં જોવા મળી,” વધુમાં ખારવા સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, આ અંતિમયાત્રા માત્ર પ્રદર્શન નહીં, પણ દૂષિત પાણી પ્રત્યેના જીવંત જીવન માટેની ચિંતાનો પ્રતિબિંબ છે. “પાણી જ્યાં જીવન છે, ત્યાં આજે આ દૂષિત પાણીએ પોરબંદરના દરિયાકાંઠા અને જીવજંતુઓ માટે મરણાકાર રીતે જોખમ ઊભું કર્યું છે,” ખા તેવું ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળે જણાવ્યું.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના દરિયામાં જેતપુરના ઉદ્યોગોનું કેમિકલયુક્ત દૂષિત પાણી ઠાલવવાના ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ સામે ત્રણ વર્ષથી ચાલતી શાંતિપૂર્ણ રજૂઆતોનો અવાજ હવે જનઆક્રોશમાં પરિવર્તિત થઈ ગયો છે. આજે પોરબંદરના હજારો નાગરિકોએ અનોખી “દૂષિત પાણીની અંતિમયાત્રા” કાઢી ભાજપ સરકારને મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. શહેરના નરસંગ ટેકરીથી ઇન્દ્રેશ્વર મહાદેવના સ્મશાન સુધી આ મહારેલી યોજાઈ હતી, જેમાં જેતપુર ઉદ્યોગોના કેમિકલવાળા પાણીને અંતિમયાત્રાના રૂપમાં દર્શાવવામાં આવ્યું. રેલીમાં પુરુષો, મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ રામ બોલો ભાઈ રામના નારા લગાવતાં આ દૂષિત પાણીને પ્રતિકાત્મક રીતે અગ્નિદાહ આપ્યો. માછીમારીના મુખ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા પોરબંદરના હજારો લોકોના જીવન માટે આ પ્રોજેક્ટ તબાહી સાબિત થઈ રહ્યો છે. દરિયામાં ઠાલવાતું કેમિકલયુક્ત પાણી માત્ર માછલીઓના વંશને નાબૂદ કરે છે, પરંતુ સ્થાનિક માછીમારોની આવકને પણ મોટા પાયે અસર કરી રહ્યું છે. આંદોલન દરમિયાન પોરબંદરના સાંસદ અને સરકાર બંને પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા. નાગરિકોનું માનવું છે કે સરકાર લોકોના ભવિષ્યને અવગણે છે અને ઉદ્યોગપતિઓના હિતને પ્રથમ સ્થાન આપે છે. સરકારે આ પ્રોજેક્ટ પર અમારું માન્યતાપત્ર લીધું નહીં અને હવે તે અમારું ભવિષ્ય નષ્ટ કરી રહી છે.
ભાજપ સરકારના નેતાઓ લોકહિતમાં નહીં પરંતુ ઉદ્યોગોના હિતમાં કાર્ય કરી રહ્યા છે તેમ પોરબંદરના યુવાન આગેવાને કહ્યું હતું. આંદોલનકારીઓએ સરકારને ચેતવણી આપી છે કે જો આ ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ તરત જ રદ નહીં થાય, તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવશે.
પોરબંદરના નાગરિકો મજબૂત અને સંકલ્પબદ્ધ છે કે આ પ્રશ્નને ઉકેલવામાં માત્ર મૌખિક વચનો નહીં, પરંતુ તાત્કાલિક પગલાં જોઈએ. જનઆક્રોશ હવે એક મોટી લડત માટેનો આરંભ બની શકે છે.
ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની તૈયારી
- Advertisement -
આ રેલી માત્ર શરૂઆત છે, તેમ સ્થાનિકોનો દાવો છે. 1100 દિવસ સુધી શાંતિપૂર્ણ રજૂઆતો છતાં સરકાર બહેરી બની રહી છે. હવે આ આંદોલન રાજ્યવ્યાપી ઉગ્ર દેખાવ તરફ આગળ વધશે, ખારવા સમાજના આગેવાન પવનભાઈ શિયાળે સંકલ્પ કર્યો.
રાજ્ય સરકારની જવાબદારી પર ઉઠતા પ્રશ્ર્નો
દરિયામાં પ્રવેશતું દૂષિત પાણી માત્ર પર્યાવરણને નહીં, પણ પોરબંદરના લોકોના આરોગ્ય માટે પણ ખતરારૂપ સાબિત થઈ શકે છે. સરકાર આ મુદ્દે તાકીદે પગલાં નહીં ભરે, તો સમુદ્રકાંઠા પર જીવતા હજારો પરિવારો માટે ભવિષ્ય અંધારમય બની જશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૌખિક વચન આપ્યું હતું કે પ્રોજેક્ટ પોરબંદરવાસીઓની મંજૂરી વગર આગળ નહીં વધે. પરંતુ પ્રોજેક્ટમાં થઇ રહેલા કામને લઈને લોકોના વિશ્વાસને ઝટકો લાગ્યો છે. મુખ્યમંત્રીની મૌનને કારણે લોકોના ભરોસામાં તિરસ્કાર છે, સેવ પોરબંદર સી ના મહિલા અગ્રણી ડો.નુતનબેન ગોકાણીએ જણાવ્યું હતું.