સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર : પ્રારંભે 250 બેડની મલ્ટીસ્પેશ્યાલીટી સુવિધા ઉપલબ્ધ : 1 વર્ષના વિલંબ બાદ આખરે રાજકોટ એઇમ્સ ધમધમતી થશે : હજુ 1 વર્ષ બાદ 750 બેડની સુવિધા ઉભી થશે : સૌરાષ્ટ્રનાં 12 જિલ્લાઓના લોકોને સુપર સ્પેશ્યાલીટી સારવાર માટે અમદાવાદ જવું નહિ પડે : 1200 કરોડનો ખર્ચ : 24 વિભાગો : 200 ડોકટરો: 300 નર્સિંગ સ્ટાફ તૈયાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટવાસીઓ અને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. રાજકોટમાં નિર્માણ પામેલી એઇમ્સ હોસ્પિટલ “ફુલ ફલેજડ” તૈયાર થઇ ગઇ છે અને ડિસેમ્બરના અંતથી 250 બેડની સુવિધા સાથે તે શરૂ થશે તેથી સૌરાષ્ટ્રના 12 જીલ્લાના દર્દીઓએ મલ્ટી સ્પેશ્યાલીટી સારવાર માટે હવે અમદાવાદ જવું નહિ પડે. રાજકોટમાં 1200 કરોડના ખર્ચે એઇમ્સનું કામકાજ 1 વર્ષના વિલંબ બાદ હવે શરૂ થઇ રહ્યું છે.
નવા વર્ષમાં રાજકોટ એઇમ્સ ફુલ ફલેજડ કામ કરતી થઇ જશે જો કે એક વર્ષના વિલંબ પછી પણ તેની નકકી કરેલ ક્ષમતા 7પ0 બેડના એક તૃત્યાંશ જેટલી જ ચાલુ થશે. રાજકોટમાં નિર્મિત એઇમ્સ ડીસેમ્બરના છેલ્લા સપ્તાહમાં રપ0 બેડ સાથે શરૂ થશે. માહિતગાર સુત્રોએ જણાવ્યું કે આગામી મહિનામાં ઉદ્ઘાટન માટેનીતારીખ મેળવવા આરોગ્ય મંત્રાલયે પીએમઓનો સંપર્ક કર્યો છે.
મંજૂર થયેલ પ્લાન અનુસાર, ડીસેમ્બર ર0રર માં રપ0 બેડનો ઇન્ડોર પેશન્ટ ડીપાર્ટમેન્ટ (આઇપીડી) કાર્યરત થવાનો હતો અને ફુલ ફલેજડ સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલ ઓકટોબર ર0ર3 થી કામ કરતી થવાની હતી. આગામી મહિને આઇપીડી શરૂ થયા પછી પણ એઇમ્સ હજૂ સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલ નહીં બની શકે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો અહેવાલ જણાવે છે.
સુત્રોએ કહયું કે એઇમ્સ કેમ્પસનું નિર્માણ કાર્ય જાહેર ક્ષેત્રની કંપની હોસ્પીટલ સર્વિસીસ ક્ધસલ્ટન્સી લીમીટેડને સોંપાયુ હતું જેણે આ કામ સબ કોન્ટ્રાકટમાં આપ્યું હતું. જેમાં મોડું થયું છે. રપ0 બેડની હોસ્પીટલ ર4 વિભાગ ર00 થી વધારે ડોકટરો સાથે શરૂ થશે. સીનીયર અને જૂનીયર ર00 ડોકટરો ઉપરાંત 300 થી વધારે નર્સીંગ સ્ટાફની ભરતી કરાઇ છે. જાન્યુઆરીથી જરૂરીયાત અનુસાર નવી ભરતી કરવામાં આવશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો અહેવાલ જણાવે છે.
જો કે જામનગર રોડથી હોસ્પીટલ પહોંચવાનો રોડ એકદમ ઉખડખાબડ છે, જે રાજકોટ કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં આવે છે. આ ઉપરાંત એક રેલ્વે ક્રોસીંગ આ એપ્રોચ રોડ પર આવે છે. આ ઉપરાંત એક રેલ્વે ક્રોસીંગ આ એપ્રોચ રોડ પર આવે છે. જે અહીં આવનાર એમ્બ્યુલન્સ માટે મુખ્ય અવરોધ બની શકે છે. અહીં કામ કરતા ડોકટરો માટે આ રસ્તો રોજના દુસ્વપ્ન સમો છે. એઇમ્સના વહીવટી તંત્રે રોડને યોગ્ય બનાવવા અને રેલ્વે લાઇન પર ઓવરબ્રીજ બનાવવા અંગે રજૂઆત કરી છે.