ફુકરે 3નું ટ્રેલર મંગળવારે સાંજે લોન્ચ કરવામાં આવ્યું હતું, ટ્રેલરની શરૂઆત જ ચૂચાની કોમેડીથી થાય છે અને ટ્રેલરનો અંત પણ ચુચાના ફની ડાયલોગ સાથે થયો છે.
ફરી એકવાર ફુકરે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. ફુકરે અને ફુકરે રિટર્ન્સનો ક્રેઝ લોકોના દિલમાંથી વસી ગઈ છે. હવે ફુકરે 3 પણ લોકોને ફરી હસાવવા માટે આવી રહી છે. ફુકરે 3નું ટ્રેલર મંગળવારે સાંજે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં પુલકિત સમ્રાટ, મનજોત સિંહ, વરુણ શર્મા, રિચા ચઢ્ઢા, પંકજ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યાં હતા. પ્રથમ બે ફિલ્મોમાં જોવા મળેલા કલાકાર અલી ફજલ ફુકરે 3માં નથી. ટ્રેલરમાં કોમેડીના નવાબની વાપસી જોવા મળી છે. હની (પુલકિત સમ્રાટ), લાલી (મનજોત સિંહ), ચૂચા (વરુણ શર્મા)ની વાપસી બતાવવામાં આવી છે. પંડિતજી (પંકજ ત્રિપાઠી) અને ભોલી પંજાબન (રિચા ચઢ્ઢા). પંજાબન ચૂંટણીમાં ઉભી છે અને લોકો ચિંતિત છે કે, જો તે જીતશે તો દિલ્હીનું શું થશે. ચૂચા પણ ચૂંટણી લડવાનું નક્કી કરે છે અને પછી સાહસની કહાની શરૂ થાય છે જે દર્શકોને ખૂબ હસાવી શકે છે.
- Advertisement -
પંકજ ત્રિપાઠીએ શું કહ્યું ?
ટ્રેલરની શરૂઆત જ ચૂચાની કોમેડીથી થાય છે. ટ્રેલરનો અંત પણ ચુચાના ફની ડાયલોગ સાથે થયો છે. ફુકરે 3નું નિર્દેશન મૃગદીપ સિંહ લાંબા દ્વારા કરવામાં આવ્યું છે. વિપુલ વિગ દ્વારા લખાયેલ છે. રિતેશ સિધવાણી અને અખ્તર દ્વારા પ્રોડ્યૂસ્ડ થયેલી આ ફિલ્મ છે. પુલકિત સમ્રાટે ત્રિપાઠીજીનું સન્માન કર્યું અને પુલકિતે પંકજ ત્રિપાઠી માટે કહ્યું કે, જો પંકજજી અમારી ફિલ્મમાં હોય તો અમારી ફિલ્મ સેફ છે. અમે બધા સેફ છીએ. અત્રે જણાવી દઈએ કે, આ ટ્રેલરને ખૂબ જ ખાસ દિવસે લોન્ચ કરવાનું કારણ પંકજ ત્રિપાઠીનો જન્મદિવસ હતો. પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે, તેમને કેક કાપવી કે વેસ્ટર્ન રીતે બર્થડે સેલિબ્રેટ કરવાનું પસંદ નથી. પંકજ ત્રિપાઠી હંમેશા વર્સેટાઈલ એક્ટર અભિનેતા રહ્યા છે. દરેક સ્વરૂપમાં તેઓ દર્શકોને ખૂબ જ પસંદ આવે છે.
પંકજ ત્રિપાઠી હિન્દી વિશે શું કહ્યું ?
મિમી હોય કે ઓએમજી 2માં તેમને હંમેશા દર્શકોનો અપાર પ્રેમ મળે છે. દર્શકો પણ તેને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક છે. જ્યારે પંકજ ત્રિપાઠીને હિન્દી વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે હિન્દી રાષ્ટ્રીયમાંથી આવે છે, અમે હિન્દી ખાઈએ છીએ, હિન્દી પીએ છીએ, હિન્દી પાથરી છીએ અન્ય ભાષાઓ માટે સમાન પ્રેમ છે, પરંતુ હિન્દી અમારી ઓળખ છે. તમને જણાવી દઈએ કે ફુકરે 3 28 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.