ખાસ-ખબર સંવાદદાતા
સુરતના તનીષ્કા ટુર ઓપરેટર હર્ષિલ લખમણભાઇ જાદવે કરેલી છેતરપીંડી મામલે જૂનાગઢ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ તેને અમદાવાદથી ઝડપી લીધા બાદ પીએસઆઇ મુકેશ મકવાણા દ્વારા ઢોર માર માર્યા બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતુ. જે મામલે પીએસઆઇ મકવાણા વિરૂઘ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. ટુર ઓપરેટર હર્ષિલ જાદવનું મૃત્યુ નિપજ્યા બાદ પીએસઆઇ મકવાણા ફરાર હતા ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે શહેરના મધુરમ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવેલ અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
હત્યાના ગુનામાં ફરાર PSI મકવાણાની ધરપકડ
