ઇન્ટરનેટ વગરના ડિજિટલ પેમેન્ટને સક્ષમ બનાવનાર યુપીઆઇ લાઇટે મહિનાઓથી ઊભી કરેલી આતુરતાનો આજે અંત આવી ગયો. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ઇન્ટરનેટ વગરના ફીચર ફોન માટે યૂપીઆઇનું નવું વર્ઝન UPI123Pay રજૂ કર્યું. તેનાથી હવે એવા યુઝર પણ યુપીઆઇથી લેવડ-દેવડ કરી શકશે જેમની પાસે ઇન્ટરનેટવાળો સ્માર્ટફોન નથી.
તેની સાથે જ આરબીઆઇ ગવર્નરે ડિજિટલ લેવડ-દેવડ માટે 24ડ7 હેલ્પલાઇન ડિજિસાથી પણ લોન્ચ કરી. લોન્ચિંગ પ્રસંગે દાસે કહ્યું કે ફીચર ફોન માટે યુપીઆઇથી ગ્રામ્ય વિસ્તારોના એવા લોકોને મદદ મળશે જેઓ સ્માર્ટફોન અફોર્ડ નથી કરી શકતા અને આ કારણે યુપીઆઇના લાભથી વંચિત રહેતા હતા. UPI123Payના માધ્યમથી યૂઝર્સને યુપીઆઇના સ્કેન એન્ડ પે ફીચને બાદ કરતાં તમામ ફીચર્સ મળશે. તેના માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નહીં રહે.
કસ્ટમર આ સુવિધાનો ઉપયોગ કરી બેંક એકાઉન્ટને પોતાના ફીચર ફોનથી જોડી શકશે.
- Advertisement -
NCPIના ચેરમેન મહાપાત્રાએ કહ્યું કે, UPI123Payથી દેશભરમાં લાખો લોકોને ડિજિટલી સશક્ત બનાવાશે. તેનાથી રોજના એક બિલિયનથી વધુ યૂપીઆઇ ટ્રાન્ઝેક્શનનો ટાર્ગેટ મેળવવામાં એનપીસીઆઇને મદદ મળશે. બજાર નિયામક સેબીએ ડેટ સિક્યુરિટી ખરીદનાર રિટેલ રોકાણકારો માટે યુપીઆઇના માધ્યમથી પેમેન્ટની મર્યાદા બે લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી છે.
એક સરક્યુલર જાહેર કરીને કહ્યું કે 1 મે, 2020 કે ત્યારબાદ ખુલનારી ડેટ સિક્યુરિટીઝના પબ્લિક ઇસ્યૂ પર નવી જોગવાઈ લાગુ થશે. હાલ રોકાણકાર ડેટ સિક્યુરિટીઝમાં યુપીઆઇથી બે લાખ મૂલ્ય સુધી રોકાણ કરી શકે છે. યુપીઆઇની મદદથી કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિના ખાતામાં તાત્કાલિક રકમ ટ્રાન્સફર કરી શકે છે.


