ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
રાજકોટમાં વધતાં જતાં ચોરીના બનાવો વચ્ચે વધુ એક ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે શહેરના જામનગર રોડ ઉપર આવેલ ગાયત્રીધામ સોસાયટીમાં રહેતા અને કર્મકાંડ કરતાં ભાસ્કરભાઈ અંબાશંકરભાઈ દવે ઉ.53એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે પોત ઘરને તાળું મારી સંબંધીના ઘરે ગયા હતા.
- Advertisement -
અને સાંજે ચારેક વાગ્યે પરત આવીને મકાન ખોલીને જોતાં અંદરના દરવાજાના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા ઘરની અંદર ચેક કરતાં રોકડ 4 હજાર અને 38 હજારના સોના ચાંદીના દાગીના સહિત 42 હજારની મતા ચોરી થઈ ગઈ હોય જેથી આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.