બનારસની જેમ સંગમ આરતી માટે તીર્થ પુરોહિતોએ કરેલી રજૂઆતને સ્થળ પર જ મુખ્યમંત્રીએ સ્વીકારી
બોટ મારફત પણ આરતીનો લ્હાવો લઈ શકાય તે માટે આયોજન કરાશે: કલેક્ટર જાડેજા
- Advertisement -
મહાશિવરાત્રી પર્વને પગલે સંગમ આરતીના પ્રથમ દિવસે સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા બનારસના ઘાટની જેમ અહીં પણ દરરોજ સંગમ આરતીનું આયોજન થાય તે માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને સ્થળ પર જ મુખ્યમંત્રીએ આ માંગને સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરે પણ જણાવ્યું હતું કે આ સંગમ આરતી એ માત્ર હંગામી ન રહી જાય તેમજ ભક્તો કાયમી આ આરતીનો લાભ લઈ શકે તે માટેનું આયોજન કરાયું છે. આ ઉપરાંત બોટિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે જેની મદદથી નૌકાવિહાર દરમિયાન પણ આ આરતીનો લ્હાવો લઈ શકશે.હાલ તે તમામ દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે.