આ પહેલા ડ્રગ રેગ્યુલેટરે કેન્સરની કેટલીક દવાઓ પર બારકોડ લગાવવો ફરજીયાત કરી દીધો હતો
અપરાધીઓ હોસ્પિટલ – ફાર્મસી સાથે સાંઠગાંઠ કરી ખાલી શીશીઓમાં નકલી દવાઓ નાખી દર્દીના જીવ સાથે ખેલ ખેલી કારોબાર કરતા હોવાના ખુલાસાને પગલે સરકારનો નિર્ણય
- Advertisement -
નકલી દવાઓને જડથી ખતમ કરવા માટે હવે કંપનીઓએ પોતાના પ્રોડકટ લેબલ પર બારકોડ કે કવીક રિસ્પોન્સ (કયુઆર) કોડ લગાવવો ફરજીયાત થઈ જશે. તેમાં એન્ટી-માઈક્રોબિયલ નાર્કોટીક ડ્રગ્સ, વેકિસન અને સાઈકોટ્રોપિક સબ્સ્ટેન્સ બનાવનારી કંપનીઓ સામેલ છે. આ પગલાને લાગુ કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ટુંક સમયમાં જ દવાના નિયમોમાં ફેરફાર કરનાર છે.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)અંતર્ગત કામ કરનારી ડ્રગ્સ કન્સલ્ટેટીવ કમિટી (ડીસીસી)એ મંગળવારે પોતાની એક મીટીંગમાં આ મુદ્દે ચર્ચા કરી હતી. કમીટી ડ્રગ્સ રૂલ્સ, 1945માં જરૂરી ફેરફાર કરવા પર સહમત થઈ છે.
આ પહેલા ડ્રગ રેગ્યુલેટરે કેન્સરની કેટલીક દવાઓ પર બારકોડ લગાવવો ફરજીયાત કરી દીધો હતો. જેથી તેની અસલીયત તપાસી શકાય. આ પગલૂ એટલા માટે ઉઠાવાયું હતું કારણ કે મોંઘી અને કેન્સર વિરોધી દવાઓની ખાલી શીશીઓમાં અપરાધીઓ નકલી દવાઓ ભરીને વેચી રહયા હતા.
- Advertisement -
તપાસમાં બહાર આવ્યું હતુ કે અપરાધીઓ હોસ્પિટલ ફાર્મસી સાથે મીલી ભગત કરીને મોંઘી કેન્સર દવાઓ ખાલી શીશીઓમાં નકલી દવાઓ ભરી દેતા હતા. પછી આ નકલી દવાઓને અસલી સ્ટોકમાં મેળવીને દર્દીઓને વેચવામાં આવતી હતી જેથી દર્દીઓનો જીવ ખતરામાં આવી જતો હતો. રેગ્યુલેટરે કંપનીઓ માટે ટોય 300 બ્રાન્ડસ પર બારકોડ લગાવવો ફરજીયાત કરી દીધો હતો.
જેથી સ્કેન કરવા પર મેન્યુફેકચરીંગ લાયસન્સ અને બેચ નંબર જેવી જાણકારી મળી શકે. આ દવાઓમાં સામાન્ય રીતે ઉપયોગ થનારી દર્દ નિવારક એન્ટી-પ્લેટઝ,વિટામીન સપ્લીમેન્ટસ, બ્લડ સુગર, ઘટાડતી દવાઓ અને ગર્ભ નિરોધક ગોળીઓ સામેલ છે.નામ ન છાપવાની શરતે એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ પગલાની અસલીયત પાકી કરવા અને તેને ટ્રેક કરવા માટે ઉઠાવવામાં આવ્યુ હતું.