– અક્ષય કુમાર, કિયારા આડવાણી, પ્રિયંકા ચોપડા, સોનુ સૂદ ગુસ્સે થયા
જ્યારથી ઈન્ટરનેટ પર મણિપુરની બે મહિલાઓનો વીડિયો સામે આવ્યો છે. દરેક બાજુ આક્રોશની સ્થિતિ છે. ત્યાં જ બોલિવુડ સેલેબ્સે પણ આ વીડિયો વિશે પોતાના મંતવ્યો મુક્યા છે અને આરોપીઓ માટે સજાની અપીલ કરી છે.
- Advertisement -
Manipur video has shaken everyone’s soul.
It was humanity that was paraded..not the women💔💔
— sonu sood (@SonuSood) July 20, 2023
- Advertisement -
ઈન્ટરનેટ પર એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મણિપુરની બે મહિલાઓને કપડા વગર ફરતા અને તેમની સાથે મારપીટ કરતા લોકો જોઈ શકાય છે. કથિત ઘટના ઉત્તર-પૂર્વ રાજ્યમાં હિંસા ભડકાવવાના એક દિવસ બાદ 4 મેએ કાંગપોકપી જિલ્લામાં થઈ હતી.
Shaken, disgusted to see the video of violence against women in Manipur. I hope the culprits get such a harsh punishment that no one ever thinks of doing a horrifying thing like this again.
— Akshay Kumar (@akshaykumar) July 20, 2023
ઈન્ટરનેટ પર આ ભયાનક વીડિયોના સામે આવ્યા બાદ બોલિવુડ હસ્તિઓએ હવે તેના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ સેલેબ્સે ઈન્ટરનેટ પર સામે આવીને તેના વિશે અવાજ ઉઠાવ્યો છે. અક્ષય કુમારે જણાવ્યું કે તે મણિપુરમાં મહિલાઓની સાથે થયેલી હિંસાથી ચોંકી ઉઠ્યા છે. તો ત્યાં જ કિયારા અડવાણીએ દોષિઓના વિરૂદ્ધ કડક સજાની અપીલ કરી છે. આવો જાણીએ સેલેબ્સના રિએક્શન અને ટ્વીટ.
The video of violence against women in Manipur is horrifying and has shaken me to the core. I pray the women get justice at the earliest. Those responsible must face the most SEVERE punishment they deserve.
— Kiara Advani (@advani_kiara) July 20, 2023
સોશિયલ મીડિયા પર ફૂટ્યો સેલેબ્સનો ગુસ્સો
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ સાર્વજનિક આક્રોસ ફેલાવ્યો છે. ટ્વીટર પર “મણિપુર હિંસા”. “શરમજનક”, “બહુ થઈ ગયું” જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. નેટિઝન્સે વીડિયોમાં મહિલાઓને પરેશાન કરનાર ભીડના વિરૂદ્ધ તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં કાંગપોકપી જિલ્લામાં ઘટનાની તારીખ 4 મે જણાવવામાં આવી છે.
Shameful! Horrific! Lawless! 😡 https://t.co/w6dTmJ1JfD
— RichaChadha (@RichaChadha) July 19, 2023
Is there no one to stop the atrocities in Manipur? If you are not shaken to the core by that disturbing video of two women, is it even right to call oneself human, let alone Bharatiya or Indian!
— Renuka Shahane (@renukash) July 19, 2023
પ્રિયંકાએ શેર કરી ઈન્સ્ટાસ્ટોરી
અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઈન્સાટ્ગારમ સ્ટોરીમા મણિપુરની આ ઘટનાની નિંદા કરી છે. તેણે લખ્યું, “આ જઘન્ય અપરાધના 77 દિવસ પછી એક વીડિયો વાયરલ થયો તે પણ કોઈ એક્શન લેવામાં આવે તે પહેલા. તર્ક? કારણ? કંઈ મહત્વનું નથી? શું અને શા માટે…. આપણે મહિલાઓને કોઈ પણ રમતમાં પ્યાદા બનવાની મંજૂરી ન આપી શકીએ.”
સિંગર મેરી મિલબેન
અમેરિકન સિંગર મેરી મિલબેન જેમણે ગયા મહિને યુએસની મુલકાત દરમિયાન PM મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા તેમણે મણિપુર ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું “મણિપુર ઘટનામાં મહિલાઓ માટે તે દુખી છે.” તેમણે આ મુદ્દાને જાહેરમાં સંબોધવા માટે પીએમ મોદીનો આભાર માન્યો છે. મિલબેને ટ્વીટર પર લખ્યું, આ મહિલાઓ ફક્ત ભારતની દિકરીઓ નથી તેઓ ભગવાનના સંતાનો છે.
My heart grieves for the women assaulted in #Manipur. Thank you PM @narendramodi for publicly addressing this inhuman behavior. These women are not only daughters of #India, they are children of God. Human dignity matters to us all. I’m praying for these precious women and for…
— Mary Millben (@MaryMillben) July 20, 2023