દરબારગઢ પાસે આવેલા 144 વર્ષ પૌરાણિક
શ્રી કામનાથ મહાદેવનો 74મો પાટોત્સવ ધર્મોલ્લાસ સાથે ઉજવાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શ્રી કામનાથ મહાદેવના 74મા પાટોત્સવ નિમિતે તા.26મીના શનિવારે બપોરે 2-30 વાગે વરણાંગી યોજવામા આવી હતી. વરણાંગીનો રૂટ શ્રી કામનાથ મહાદેવ મંદિરેથી રૈયાનાકા રોડ, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રામાયણ પાઠશાળા, આશાપુરા રોડ, કોઠારીયા નાકા, દરબારગઢ થઈને શ્રી કામનાથ મહાદેવ મંદિરે પરત ફરી હતી.
આ ફૂલેકા દરમિયાન જામખંભાળીયાનું પ્રખ્યાત આંબાવાડી કલાવૃંદ તેમજ સૌરાષ્ટ્રભરના વિવિધ સ્થળો પરથી આવેલી રાસમંડળીઓ ભાગ લઈ રાસ-ગરબાની જમાવટ બોલાવી હતી. કામનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા બ્રહ્માનંદ વૈદિક કર્મ પાઠશાળા, મંદિરનો ર્જીણોધ્ધાર, દરિદ્રનારાયણ સેવા, અનાજ વિતરણ, માનવસેવા, સત્સંગ, સંસ્કૃત વૈદિક પાઠશાળા તથા દર મહિનાના પ્રથમ બુધવારે હોમીયોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે.