માતાજીની આરાધના સાથે નવરાત્રી સંપન્ન સાથે આજે દશેરાની ભવ્ય ઉજવણી
ક્ષત્રિય રાજપુત સમાજની રેલી સાથે શસ્ત્ર પૂજન કરાયું
- Advertisement -
ઉપલા દાતાર સિદ્ધ ધૂણે યજ્ઞ, શસ્ત્ર પૂજન અને મહાપ્રસાદનું આયોજન
જૂનાગઢ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન સાથે દશેરાની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
સમગ્ર રાજ્યમાં નવરાત્રી પર્વના નવ દિવસ ધામધૂમ પૂર્વક ઉજવણી સાથે નવરાત્રી મહોત્સવ સંપન્ન થતા આજે અસત્ય પર સત્યના વિજય સાથે આજે વિજયાદશમીની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગઢ ગિરનારથી દાતારના પહાડો સાથે શહેરમાં જૂનાગઢ પોલીસ પરિવાર દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું તેમજ જૂનાગઢ ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા વિશાળ બાઈક રેલી યોજાઈ હતી અને ભુતાનથ મહેદવ મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરાયું હતું જેમાં તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહી વૈદિક મંત્રોચાર સાથે શસ્ત્ર પૂજન સાથે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
- Advertisement -
જૂનાગઢ ગિરનાર પર્વત ક્ષેત્રમાં નવરાત્રી અનુસ્થાન સાથે હવન અષ્ઠમીનો યજ્ઞ સાથે બીડુ હોમાવામાં આવ્યું હતું તેમજ આજે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેની સાથે ઉપલા દાતાર ધાર્મિક જગ્યા ખાતે વિજયાદશમીની પરંપરાગત રીતે ઉજવાઈ હતી જેમાં ઉપલા દાતાર જગ્યાના મહંત શ્રીભીમબાપુની નિશ્રામાં ઉજવણી કરાઈ હતી દશેરાના પાવન પર્વે નવનાથસીધ ચોર્યાસી ના ધૂણે યજ્ઞ યોજાશે અને શક્તિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોમી એકતા ના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યા ખાતે પરંપરાગત વિજયાદશમી દશેરાએ નવનાથ સિદ્ધચોરયાસીના ધૂણે યજ્ઞનું અનેરૂ આયોજન મહંત શ્રી પૂ. ભીમ બાપુની નિશ્રામાં કરાયું હતું વહેલી સવારે યજ્ઞ સાથે બપોરે બીડુહોમવામાં આવ્યું હતું ત્યાર બાદ જગ્યા ખાતે શક્તિ પૂજન શસ્ત્ર પૂજનનો અનેરો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકો માટે મહાપ્રસાદની અનેરી વ્યવસ્થા પૂજ્ય બાપુ દ્વારા કરાઈ હતી અને દાતાર ભક્તો સાથે ભાવિકોએ આ પાવન પ્રસંગે યજ્ઞના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
જૂનાગઢ ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા આજે વિજયાદશમી પર્વે શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરાયું હતું જેમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ દશેરા નિમીતે શસ્ત્ર પૂજન સાથે પરંપરાગત પોશાકમાં સાફા સાથે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોની એક રેલી ઝાંઝરડા ચોકડી થઈ ઝાંસીની પ્રતિમા સરદારબાગ મોતીબાગ થઈ અને ભૂતનાથ મંદિરના ગ્રાઉન્ડમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ એસપી હર્ષદ મેહતા સહિત પોલીસ અધિકારીઓએ શસ્ત્ર પૂજન કર્યું
જૂનાગઢ પોલીસ પરિવાર દ્વારા આજે હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું આ વિજયા દશમીના પાવન પર્વે પોલીસ પરિવાર માટે શસ્ત્ર પૂજનનું અનેરું મહત્વ હોઈ છે ત્યારે આ પૂજન કાર્યક્રમમાં ડીવાયએસપી નિકીતા શીરોયા સહીતના અધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શસ્ત્રો સાથે અશ્ર્વની પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતુ અને દશેરા પર્વે મીઠા મોઢા કરાવીને વિજયા દશમીની શુભકામના પાઠવી હતી.