રેલ્વેના 18 ઝોનમાંથી ચાર ઝોન ધુમ્મસથી વધુ અસરગ્રસ્ત
ધુમ્મસને લઇને રેલવેએ એક યોજના કરી છે જેમાં નક્કી કરાયું છે કે પહેલી ડિસેમ્બરથી એ વિસ્તારોમાં સ્પેશિયલ ટ્રેનો નહીં ચાલે જ્યાં ધુમ્મસનો પ્રકોપ વધારે રહે છે. રેલવેના 18 ઝોનમાંથી ચાર ઝોન ધુમ્મસથી વધુ અસર પામે છે, તેમાં દિલ્હી, લખનૌ અને મુરાદાબાદને કવર કરનાર નોર્ધન ઝોન સામેલ છે. આ ઉપરાંત ધુમ્મસના કારણે ડેઇલી ચાલતી કેટલીક ટ્રેનોને રદ્ કરવામાં આવી રહી છે. સુરક્ષાના દ્રષ્ટિએ સ્પીડ ઘટાડવામાં આવી છે.
- Advertisement -
ધુમ્મસમાં કેવી રીતે ટ્રેનની સેફટી?
રેલવેમાં પારંપરિક એબ્સોલ્યુટ સિસ્ટમની ધીરે ધીરે ઓટોમેટિક સિગ્નલીંગ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ધુમ્મસ દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ સારું રહેશે કે રેલવે ઓટોમેટિકની જગ્યાએ એબ્સોલ્યુટી સિગ્નલ સિસ્ટમથી ટ્રેન ચલાવે. ધુમ્મસમાં લોકો પાયલોટ (ટ્રેન ચાલક) સરળતાથી સિગ્નલ નથી જોઇ શકતા તો આવી નાજુક સ્થિતિમાં સિગ્નલની જુની સિસ્ટમ જ બરાબર છે.