સ્ટાફને બનાવ્યો બંદી; ગાડી પણ લઇ ગયા
ખાસ-ખબર સંવાદદાતા
પંજાબના લુધિયાણામાં 7 કરોડથી વધુની લૂંટ. રાત્રે 2 વાગ્યે, હથિયારો સાથે 10 બદમાશો રાજગુરુ નગરમાં ATMમાં રોકડ જમા કરાવતી GMS સિક્યુરિટી કંપનીની ઓફિસમાં ઘૂસ્યા. તેઓએ અહીં હાજર 5 કર્મચારીઓને બંદી બનાવી લીધા હતા. આ પછી તિજોરીની બહાર રાખેલી 4 કરોડની રોકડ અને ઓફિસની બહાર પાર્ક કરેલી કાર લઈ ગયા હતા. આ વાહનમાં 3 કરોડથી વધુની રોકડ હતી.
- Advertisement -
આ સાથે સીસીટીવીનું ડીવીઆર પણ લઈ લીધું હતું. બદમાશોના ગયા બાદ કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં બદમાશો મુલ્લાનપુર પાસે વાહન છોડીને ભાગી ગયા હતા. આ વાહન પોલીસે કબજે કરી લીધું છે. કારમાંથી 2 પિસ્તોલ મળી આવી છે, જ્યારે રોકડ ગાયબ છે. મળતી માહિતી મુજબ, 2 બદમાશો પાછળના ગેટથી ઓફિસમાં ઘૂસ્યા હતા, જ્યારે 8 બદમાશો આગળના ગેટથી પ્રવેશ્યા હતા. તેમની પાસે પિસ્તોલની સાથે તિક્ષ્ણ હથિયારો પણ હતા.