ભારતીય પાસપોર્ટ ધારકો પહેલાથી જ 62 દેશોમાં વિઝા વગર પ્રવેશ મેળવી શકે : હવે રશિયાનું નામ પણ આ લિસ્ટમાં જોડાશે
રશિયા ભારત સાથે પ્રવાસન સંબંધો વધારવા માંગે છે તે માટે રશિયા વસંત 2025 સુધીમાં ભારતીય પ્રવાસીઓને વિઝા મુક્ત દેશમાં પ્રવેશ આપશે. એટલે કે હવે ભારતીયો લોકો વિઝા વગર રશિયા જઈ શકશે.
- Advertisement -
મોસ્કો સિટી ટુરિઝમ કમિટીના ચેરમેન એવજેની કોઝલોવે જણાવ્યું હતું કે, “એવું અનુમાન છે કે આ કરારને કારણે હવે ભારતમાંથી રશિયાની રાજધાનીમાં આવતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.” આ જૂનમાં રશિયન આર્થિક વિકાસ મંત્રાલયના બહુપક્ષીય આર્થિક સહકાર અને વિશેષ પ્રોજેક્ટ્સના વિભાગનાં નિયામક નિકિતા કોન્દ્રાત્યેવના અગાઉના નિવેદનને અનુસરે છે, જેમણે નોંધ્યું હતું કે રશિયા અને ભારત વિઝા-મુક્ત પ્રવાસી વિનિમય માટે તૈયારી કરી રહ્યાં છે.
વિઝા-મુક્ત મુસાફરી માટે અગાઉથી વિઝા માટે અરજી કરવાની જરૂરિયાત રહેતી નથી અને વિઝા વગર વિના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. યાત્રીઓને આગમન પર ફક્ત તેમનો પાસપોર્ટ રજૂ કરવાનો હોય છે, જે પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવે છે અને વિઝા ખર્ચને પણ દૂર કરે છે. ભારતીય પાસપોર્ટ ધારકો પહેલાથી જ 62 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ મેળવી શકે છે.
મોસ્કોએ વર્ષોથી વધુ ભારતીય મુલાકાતીઓને આકર્ષવાનું ચાલુ રાખ્યું છે. કોઝલોવે નોંધ્યું હતું કે, “2024 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, 28500 ભારતીય પ્રવાસીઓએ રશિયન રાજધાનીની મુલાકાત લીધી હતી, જે ગયાં વર્ષનાં સમાન સમયગાળાની તુલનામાં 1.5 ગણી વધારે છે.”
- Advertisement -
ભારતીય નાગરિકો મોસ્કોની મુલાકાત લેવાનાં મુખ્ય કારણો બિઝનેસ અને કામ સંબંધિત પ્રવાસો છે. કોઝલોવના જણાવ્યાં અનુસાર, “આ વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં વેપાર પ્રવાસીઓ માટે બિન-સીઆઈએસ દેશોનાં મુલાકાતીઓમાં ભારત ત્રીજા ક્રમે છે. મોસ્કો સત્તાવાળાઓ બંને દેશો વચ્ચેનાં મજબૂત, સંબંધોને કારણે ભારતને પ્રાથમિકતાવાળા બજારોમાંનું એક માને છે.”
ભારતીય પ્રવાસીઓ 1 ઓગસ્ટ, 2023 થી, ઈ-વિઝા માટે અરજી કરતાં થયાં હતાં, જેની પ્રક્રિયા કરવામાં લગભગ ચાર દિવસનો સમય લાગે છે. કોઝલોવે જણાવ્યું હતું કે “ભારત ગયાં વર્ષે ઈ-વિઝાના સંદર્ભમાં ટોચનાં પાંચ દેશોમાં પ્રવેશ્યું હતું, જેમાં 9500 ઈલેક્ટ્રોનિક વિઝા આપવામાં આવ્યાં હતાં, જે રશિયાની મુલાકાત લેતાં વિદેશીઓ દ્વારા મેળવેલા કુલ ઈલેક્ટ્રોનિક વિઝાના 6 ટકા હતાં.” તેમણે ઉમેર્યું, “આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય પ્રવાસીઓને 1700 ઈ-વિઝા આપવામાં આવ્યાં હતાં.”
રશિયા પહેલેથી જ તેનાં પ્રવાસી વિનિમય કાર્યક્રમ હેઠળ ચીન અને ઈરાનના નાગરિકોને વિઝા-મુક્ત પ્રવેશ આપે છે, જે 1 ઓગસ્ટ, 2023 થી શરૂ થયું હતું અને તેમાં નોંધપાત્ર સફળતા પણ જોવા મળી છે.
ભારતીયો માટે વર્તમાન રશિયન વિઝાના પ્રકારો :-
પ્રવાસી વિઝા :- ટ્રાવેલ અને જોવાલાયક સ્થળો માટે
બિઝનેસ વિઝા :- બિઝનેસ મીટિંગ્સ અથવા પ્રોફેશનલ ઇવેન્ટ્સમાં હાજરી આપવા માટે
ખાનગી વિઝા :- રશિયામાં કુટુંબ અથવા મિત્રોની મુલાકાત લેવા માટે
વર્ક વિઝા :- રોજગારની તકો માટે
વિદ્યાર્થી વિઝા :- રશિયન શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધણી કરનારાઓ માટે
ઇ-વિઝા :- રશિયાનાં ચોક્કસ પ્રદેશોની ટૂંકા ગાળાની મુલાકાતો માટે
રશિયન વિઝા પ્રક્રિયા સમય અને ફી :-
વિઝાના પ્રકાર પર આધાર રાખીને, ભારતમાંથી રશિયન વિઝા માટેની પ્રક્રિયાનો સમય સામાન્ય રીતે 2 થી 3 અઠવાડિયાની વચ્ચે હોય છે. જેઓ ઈ-વિઝા પસંદ કરે છે તેમનાં માટે ચાર દિવસની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે, જે 16 દિવસ સુધી રોકાવાની મંજૂરી આપે છે.
રશિયન વિઝા ફી :-
સામાન્ય વિઝા સિંગલ એન્ટ્રી :- રૂ. 6480
સામાન્ય વિઝા ડબલ એન્ટ્રી :- રૂ.10368
સામાન્ય વિઝા મલ્ટીપલ એન્ટ્રી :- રૂ.19440
અર્જન્ટ વિઝા સિંગલ એન્ટ્રી :- રૂ 12960
અર્જન્ટ વિઝા ડબલ એન્ટ્રી :- રૂ. 20736
અર્જન્ટ વિઝા મલ્ટીપલ એન્ટ્રી :- રૂ. 38880