શાક આપણે બધા જ ખરીદીએ છીએ પરંતુ તેને ખરીદતા સમયે તેની કિંમત પર જ ધ્યાન આપીએ છીએે ક્વોલિટી પર નહી. તમે જ્યારે પણ શાક ખરીદો ત્યારે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખજો.
- શાકભાજી ખરીદતા રાખજો ધ્યાન
- કેટલીક વાર ખરાબ શાક આવી જાય છે
- શાક ખરીદવાની ટિપ્સને રાખો ધ્યાન
શાકને ઉલ્ટુ કરીને ચોક્કસ જુઓ
જો તમે શાક લો છો તો તેને ફેરવીને ચારે તરફથી ચૅક કરીને જોઇ લો જેથી તમને ખ્યાલ આવશે કે કોઇ જગ્યાએથી સડેલું શાક તો નથી ને. ઘણી વાર લોકો ખરાબ શાકના ડાઘાને છુપાવીને રાખે છે અને તેને ગ્રાહકોને વેચી દે છે પરંતુ જો તમે પણ શાક ખરીદવા જાઓ છો તો પહેલા આ વસ્તુને જરૂર ચેક કરી લો.
- Advertisement -
સૂંઘીને કરો ખાતરી
તો તમે પેક્ડ વસ્તુઓ લો છો તો ધ્યાન રાખે કે તે તાજુ જ હોય. મશરૂમ, કોર્ન્સ, સ્પ્રાઉટ્સ વગેરેના પેકેટ્સને સૂંઘીને ખાતરી કરી લો કે તે ફ્રેશ છે. જૂના પેકેટ્સ હોય તો તેની સ્મેલ પરથી તમને ખાતરી થઇ જશે.
આ વસ્તુઓ વધારે ન ખરીદો
શાક લેતા સમયે જો ઓછી કિંમતમાં મળે તો લોકો મોટા પ્રમાણમાં સંગ્રહ કરી લેતા હોય છે પરંતુ તેવું ન કરવુ જોઇએ કારણકે લીલા શાકભાજી, ટામેટા વગેરે વધારે લો તો તે બગડી જાય છે.
દબાવીને ખાસ જોઇ લો
ઘણી વાર તમે શાક ખરીદો ત્યારે ખરાબ શાક આવી જાય છે પરંતુ ટામેટા, ડુંગળી, બટાકા જેવા શાકને દબાવીને જોઇ લેવા જો પોચુ હોય તો તે ખરાબ શાક હોય છે. જોવામાં તે સારી હોય છે પરંતુ અંદરથી તે ખરાબ હોય છે.
- Advertisement -
સાવધાની રાખો
જો તમે પત્તાવાળુ શાક લાવો છો તો ધ્યાન રાખો કે પીળા રંગના પત્તની સબ્જી ન લઇ લો. તેવું શાક ખરાબ હોય અને તેમાં કીડા પડ્યા હોઇ શકે છે.