રાજ્યના 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું, આગામી 4-5 દિવસ ઠંડીમાં આંશિક ઘટાડાની શક્યતા
ગુજરાતમાં તાજેતરમાં આવેલ કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં વધારો થયો છે. મહત્વનું છે કે, માવઠા બાદ ગુજરાત ઠંડુંગાર બન્યું છે. આંકડાઓ મુજબ ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. નલિયા 13.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. મહત્વનું છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર-સોમવારે કમોસમી વરસાદ નોંધાયો હતો.
- Advertisement -
રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો ચમકારો
ગુજરાતમાં માવઠા બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. વિગતો મુજબ રાજ્યના 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. મહત્વનું છે કે, આગામી 4-5 દિવસ ઠંડીમાં આંશિક ઘટાડાની શક્યતા છે. નલિયા 13.6 ડિગ્રીએ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સાથે રાજ્યમાં બીજા ક્રમે ભૂજમાં 15.8 ડિગ્રી તાપમાન તો કંડલામાં 16, અમરેલીમાં 17 ડિગ્રી તાપમાન અને પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.