શિયાળાના 45 દિવસ સુધી નિરંતર રાત્રે 2 વાગ્યા સુધી ધાબળાનું વિતરણ; દાતાઓને એક ધાબળા દીઠ રૂ.130નું દાન આપવા અપીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ફ્રીડમ યુવા ગ્રુપ-રાજકોટ દ્વારા માનવતાના સેવાયજ્ઞરૂપે સતત 18માં વર્ષે *’કંબલ અભિયાન’*નો પ્રારંભ કરવામાં આવ્યો છે. શિયાળાની હાડ થીજાવતી ઠંડીમાં નિરાધાર અને જરૂરીયાતમંદ લોકોને હૂંફ મળી રહે તે હેતુથી આ પ્રકલ્પ લગભગ 45 દિવસ સુધી નિરંતર ચાલશે.
આ અભિયાન અંતર્ગત ફ્રીડમ યુવા ગ્રુપના સભ્યો રાત્રીના 2 વાગ્યા સુધી રાજકોટના તમામ અંતરિયાળ વિસ્તારો, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો, ધોરીમાર્ગો, સરકારી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાવહાલાઓ, તેમજ બિલ્ડિંગ અને રોડ રસ્તાની મજૂરી કરતા શ્રમિક પરિવારોને ધાબળા ઓઢાડશે.
સંસ્થાના પ્રમુખ પ્રવીણ ચાવડાએ જણાવ્યું છે કે, આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે દાતાશ્રીઓ અને શુભેછકોના સહયોગની અપેક્ષા છે.
- Advertisement -
અભિયાનમાં જોડાવા ઇચ્છુક દાતાઓ એક ધાબળાની કિંમત રૂ. 130/- નું દાન આપી શકે છે. સહયોગ રાશિ સીધી બેંક એકાઉન્ટમાં પણ જમા કરાવી શકાય છે.
આ અભિયાનને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક ભાગ્યેશ વોરાના માર્ગદર્શન હેઠળ પ્રવીણ ચાવડા, સંજય પારેખ, મનોજ ડોડીયા સહિતની ટીમ સક્રિયપણે જહેમત ઉઠાવી રહી છે. વધુ વિગત માટે સંજય પારેખ (7990874186) અથવા પ્રવીણ ચાવડા (9723033250)નો સંપર્ક કરવો.



