સ્વિસ ચેમ્પિયને ઠંડા પાણીમાં ઉતરતા પહેલા કોઈ એકસ્ટ્રા ઓેકિસજન ન્હોતો લીધો
સ્વિટ્ઝરલેન્ડનાં અનુભવી ફીડાઈવર પીટર કોલેટે તાજેતરમાં બબ્બે રેકોર્ડ બનાવ્યા છે. ઉપર તરફની પરત જામી ગઈ હોય એવા ઠંડાગાર પાણીમાં પીટરે એક જ શ્વાસમાં સૌથી લાંબુ અંતર તરવાનો રેકોર્ડ બનાવ્યો.
- Advertisement -
આ પહેલાનો રેકોર્ડ પચીસ મીટરનો હતો જે પીટરે 106 મીટરથી વધુને પાર કરી દીધો.એ વખતે તેણે ફી-સ્વિમ કર્યું હતું. બીજો રેકોર્ડ તેણે મોનોફિન પહેરીને માછલીની જેમ સ્વિમ કરીને બનાવ્યો હતો.
મોનોફિન પહેરીને તેણે 114.2 મીટરનું અંતર એક જ શ્વાસમાં કાપ્યું હતું. બાવન વર્ષનો પીટર યુરોપનો બહુ અચ્છો ફીડાઈવર તરીકે નામના ધરાવે છે. તેણે 16 સ્વિસ ચેમ્પિયનશિપ અને પાંચ ઈન્ટરનેશનલ કોમ્પિટિશન ટાઈટલ જીત્યાં છે.ઠંડાપાણીમાં નીચે ઉતરતાં પહેલાં પીટરે કોઈ એકસ્ટ્રા ઓકિસજન લીધો નહોતો.