- સમગ્ર દિવસ દરમિયાન કોઇપણ સ્થળે, રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને BRTS બસમાં મુસાફરી કરી શકશે
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન-સ્ટેન્ડિંગ કમિટી જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયાાની એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે આગામી આઠમી માર્ચ, 2024ના રોજ 113-માં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે મહિલાઓ એક દિવસ માટે, સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર નારી સશક્તિકરણનું કાર્ય ચરિતાર્થ કરવાના ભાગરૂપે જાહેરાત કરતા જણાવે છે, મિલકત વેરા અને પાણી વેરામાં મહિલાઓના મિલકતના કિસ્સામાં એડવાન્સમાં વિશેષ 5% વળતર આપવામાં આવે છે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીનીઓ માટે ‘સુક્ધયા સમૃદ્ધિ યોજના’ હેઠળ વાર્ષિક રૂા. 1,500/- જેટલું યોગદાન દરેક ‘સુક્ધયા સમૃદ્ધિ યોજના’ ખાતા દીઠ આપવા રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ગ્રાન્ટ ફાળવેલ છે.
- Advertisement -
દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’, ‘રક્ષાબંધન’ અને ‘ભાઈબીજ’ના પવિત્ર દિવસે મહિલાઓને ભેટ સ્વરૂપે સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી છૂટ આપે છે તે જ પ્રમાણે આગામી આઠમી માર્ચ, 2024નાં રોજ 113-માં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે મહિલાઓ એક દિવસ માટે, સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.