ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
ૐ દાદા ફાઉન્ડેશન અને વરદાન ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા ઓમકાર ફિઝિયો ચીરો હેલ્થ કેમ્પનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટના નામાંકિત અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડો. પરિતાબેન લુણાગરિયા અને સુરતના નામાંકિત ચીફ કાયરોપ્રેક્ટર ડો. મહેકભાઈ જૈને સેવા આપી હતી. કેમ્પ દરમિયાન 108થી વધુ દર્દીને આપણી સંસ્કૃતિની મૂળભૂત પદ્ધતિ ચીરોપ્રેક્ટિસ એન્ડ ફિઝિયોથેરાપી દ્વારા હાડકા, સ્નાયુના અનેકાનેક દુ:ખાવાનું દવા વગર સચોટ નિદા કરી માર્ગદર્શન અને ત્વરિત નિવારણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ હેલ્થ કેમ્પ દરમિયાન વિશેષ મહેમાન રાજકોટ મેયર નયનાબેન પેઢડિયા, દંડક મનીષભાઈ રાડિયા ઉપસ્થિત રહી ફાઉન્ડેશન અને દરેક ડોક્ટર્સની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી અને શુભકામનાઓ પાઠવી હતી. આ કેમ્પને સફળ બનાવવા ૐ દાદા ફાઉન્ડેશનના પ્રમુખ મુરલીભાઈ દવે, કાર્યકારી પ્રમુખ નીતિનભાઈ વાઘેલા, કમલભાઈ કોટક, મિતેશભાઈ દોશી, વિરાજભાઈ લાઠીયા, અભિષેકભાઈ વાજા, ભરતભાઈ મહેતા, વકીલ નયનભાઈ કોઠારી, આશિષભાઇ ભટ્ટ, વકીલ હર્ષિલભાઈ શાહ, મિતુલભાઈ ચુડાસમા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.