સરસ્વતી શિશુમંદિર દ્વારા પ્રવીણકાકાની જન્મજયંતિ સેવાકાર્યોથી ઉજવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરના પૂર્વ ચેરમેન સ્વ. પ્રવીણભાઈ મણીઆર – પ્રવીણકાકાની 91મી જન્મજયંતિની ઉજવણી સેવાકાર્યોથી કરવામાં આવશે. સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આજીવન સ્વયંસેવક અને કેળવણીકાર સ્વ. પ્રવીણભાઈ મણીઆર ’કાકા’ની જન્મજયંતિ નિમિત્તે આગામી રવિવારે તા. 31-08-2025ના રોજ સરસ્વતી શિશુમંદિર 1 મારુતિનગર ખાતે સવારે 9 કલાકથી વિનામૂલ્યે મેડીકલ કેમ્પનું તેમજ નિ:શુલ્ક રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. 43 વર્ષથી સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ રાજકોટ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે, આ ટ્રસ્ટ દ્વારા તેમના પૂર્વ ચેરમેન સ્વ. પ્રવીણભાઈ મણીઆર – કાકાના જન્મદિન નિમિત્તે યોજાનાર મેડિકલ કેમ્પમાં ડેન્ટલ, ડાયેટિંગ, આયુર્વેદિક, હોમિયોપેથી, ચામડીના રોગો, આંખ વિભાગ, એક્યુપ્રેશર, સાયકોલોજીકલ સ્ક્રીનીંગ, જનરલ ફીઝીશીયન, ગાયનેક, ઈએનટી (કાન-નાક-ગળા) જેવા તમામ વિભાગોના નિષ્ણાત ડોક્ટર દ્વારા વિનામૂલ્યે સારવાર તેમજ દવા આપવામાં આવશે. આ ઉપરાંત અંગદાન, ચક્ષુદાન, ત્વચાદાનની માહિતી અને રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે. શહેરીજનોને વિનામૂલ્યે મેડીકલ કેમ્પ તેમજ નિ:શુલ્ક રોપા વિતરણનો લાભ લેવા સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સરસ્વતી શિશુમંદિરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.