ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.21
રાજુલા શહેરમાં અંબાજી મંદિર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ આંબામાંની પુજા અર્ચના કરી તથા દિપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. રાજુલા નગરપાલિકા પુર્વ પ્રમુખ ચિરાગ.બી.જોષી દ્વારા અબોલ પક્ષીઓ બચાવ અભિયાન અંતર્ગત વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાણીના કૂંડાં તથા માળાઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ નાની બાળાઓ દ્વારા ચકલી દિવસ નિમિતે વક્તવ્ય રજૂ કર્યુ હતું. આ કાર્યક્રમમાં લોકોને અબોલ પક્ષીઓની જાળવણી જેમકે ચકલી આપડા ધર આંગણાનુ પક્ષી છે જે વધુ જતન તથા ઉનાળામાં પાણીની પક્ષીઓને જરૂર પડે તે માટે આપડા ઘરના આંગણે કુડાઓ મુકીએ જેથી અબોલ પક્ષીઓને પીવા માટે પાણી મળી રહે વિવિધ પક્ષીઓની બાબતોએ માહીતીઓ આપી હતી. આ તકે અંબાજી મંદિર મંહત કનુબાપુ ગોંડલીયા તથા મારુતિધામ મંદિર મહંત ભાવેશબાપુ ગોંડલીયા, પુર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગ.બી.જોષી જેન્તીભાઇ જાની,વિનુભાઇ શ્રીરામ, મનિષભાઇ વાધેલા, ધનશ્યામભાઇ મશરુ, નગરપાલિકા સ્ટાફ કમલેશભાઈ વ્યાસ મનુભાઈ ધાખડા, ચંપુભાઈ બસીયા સાહિત્ય કલાકાર રામજીભાઇ ટાંક, આગેવાનો, બહેનો તથા બાળકો સહીત મોટી સંખ્યામા લોકો હાજર રહ્યાં હતાં…..