ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.12
વેરાવળમાં ગઈ કાલે સોમવારે નાના અને જરૂરીયાતમંદ પરિવારો અન્ય પરિવારોની જેમ સૌની સાથે રંગેચંગે જન્માષ્ટમીના તહેવારો ઉજવી શકે તેના માટે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તથા સામાજિક કાર્યકર્તા એવા ગરીબોના શુભ ચિંતક મનીષભાઈ અભાણી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરીયાતમંદ નાના પરિવારોમાં ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાં રહેતા આર્થિક રીતે નાના પરિવારોને જન્માષ્ટમીનાં તહેવારો દરમિયાન ઉપયોગી થવાની પરંપરા સેવાભાવી લોકોએ આ વર્ષે પણ જાળવી રાખતા પરોપકારી અગ્રણીઓની માનવસેવાને સૌએ ઉમળકાભેર આવકારી હતી. માનવ સેવા કાર્ય પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને ગરીબોનાં મસીહા જીતુભાઈ કુહાડા, મનીષભાઈ અભાણી, રાજ તેમજ ગરીબ માનવ સેવા મંડળ ના સેવાભાવી સ્વયં સેવકો હાજર રહ્યાં હતા.
વેરાવળમાં જન્માષ્ટમીના તહેવારોમાં જરૂરિયાતમંદ પરિવારોને ફરસાણ મીઠાઈનું વિનામૂલ્યે વિતરણ
