ઉનાળાની અંગ દઝાડતી ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ એક ઉમદા સેવાકીય પ્રવૃત્તિ ગણાય. આ બાબતને ધ્યાનમાં રાખીને, સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમશી નેણશી વિદ્યાલય દ્વારા છેલ્લા ચાર વર્ષથી પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે, સંસ્થા દ્વારા 1000 થી વધુ માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કુંડા પક્ષીઓને પીવા માટે પાણી પૂરું પાડશે અને તેમને ગરમીથી રાહત આપશે. સંસ્થાના આ સેવા કાર્યને શહેરના નાગરિકો તરફથી ભારે સમર્થન મળ્યું છે. ઓમકાર કેળવણી ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષથી વિના મૂલ્ય બાળકોને સ્કૂલ બેગ, બુટ, મોજાં, સ્ટેશનરી, પુસ્તકો, ગરમ કપડાં અને અન્ય સેવા નિયમિત રીતે કરવામાં આવે છે. આ કાર્યક્રમના મુખ્ય આયોજકો દિનેશભાઈ દાવડા અને પ્રો.કે.કે. જાની છે. જેમણે આ કાર્યને સફળ બનાવવા માટે સંપૂર્ણ આર્થિક સહયોગ આપ્યો હતો. જો તમે પણ તમારા આસપાસના પક્ષીઓ માટે માટીના કુંડા મેળવવા માંગતા હો, તો તમે 9979741061 પર સંપર્ક કરી શકો છો.
સાવરકુંડલામાં ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા 1000 પક્ષી માટે કુંડાનું વિનામૂલ્યે વિતરણ

Follow US
Find US on Social Medias