ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્ર્વ ફિઝિયોથેરાપી દિવસ દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ સમાજમાં ફિઝિયોથેરાપીના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ વર્ષની થીમ Healthy Ageing Fall Prevention એટલે કે ’તંદુરસ્ત વૃદ્ધાવસ્થા અને પડી જવાથી બચાવ’ રાખવામાં આવી છે.
આ પ્રસંગે, મારુતિ ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા વિનામૂલ્યે બોન મિનરલ ડેન્સિટી (ઇખઉ) ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇખઉ એટલે હાડકામાં રહેલા કેલ્શિયમનું પ્રમાણ, જે હાડકાની મજબૂતાઈ દર્શાવે છે. આ ચેકઅપ ઓસ્ટિઓપોરોસિસ (હાડકાની નબળાઈ) જેવી બીમારીઓને સમયસર ઓળખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કમર, ઘૂંટણ, પગની એડી, ખભાના દુખાવા અને સામાન્ય ઈજામાં પણ હાડકાં તૂટી જવાની સમસ્યા ધરાવતા લોકો માટે આ કેમ્પ ખાસ લાભદાયી રહેશે.
આ કેમ્પનો લાભ લેવા માટે પૂર્વ-રજિસ્ટ્રેશન ફરજિયાત છે.
રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે 92655 13539 પર સંપર્ક કરવા જણાવાયું છે. સમાજના તમામ લોકોને આ આરોગ્યલક્ષી કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.
કેમ્પની વિગતો:
તારીખ: 8 સપ્ટેમ્બર, 2025 (સોમવાર)
સમય: સવારે 9:00 થી 12:30 કલાક
સ્થળ: મારુતિ ફિઝિયોથેરાપી સેન્ટર, શોપ નં. 207, અનંત ભૂમિ કોમ્પ્લેક્સ, ખોડલ ચોક, 80 ફૂટ રોડ, પુનિત નગર, રાજકોટ.