14 સપ્ટેમ્બરે કોટક સ્કૂલ ખાતે 75થી વધુ ડોક્ટરો સેવા આપશે; આંખના ઓપરેશન અને દવાઓ પણ મફત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ ક્લબ દ્વારા પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ દર્દીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સ્વ. સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) અને અશોક ગોંધિયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાઈ રહ્યો છે.
કેમ્પની વિગત: તારીખ: 14 સપ્ટેમ્બર, 2025 (રવિવાર), સમય: સવારે 8:30 કલાકે, સ્થળ: કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક, રાજકોટ
નિ:શુલ્ક સવલતો: આ કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને દવાઓ આપવામાં આવશે. જેમાં 10 દિવસની દવા, લેબોરેટરી ટેસ્ટ, કાર્ડિયોગ્રામ, એક્સ-રે અને સોનોગ્રાફીની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ કેમ્પમાં રાજકોટના 75થી વધુ તબીબો પોતાની સેવાઓ આપશે, જેમાં જનરલ ફિઝિશિયન, ફેમિલી ફિઝિશિયન, પ્લાસ્ટિક સર્જન, ઓર્થોપેડિક, આયુર્વેદિક, ન્યુરો સર્જન, હૃદયરોગ નિષ્ણાંત, કેન્સર નિષ્ણાંત, માનસિક રોગ, સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ, હોમિયોપેથિક, દાંત અને ચામડીના રોગના નિષ્ણાંતો હાજર રહેશે.
- Advertisement -
આંખના રોગોની ખાસ સુવિધા : કેમ્પમાં આંખના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આંખના ચશ્મા, ઓપરેશન અને નેત્રમણી પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
સહયોગી સંસ્થાઓ અને વ્યવસ્થાપક : આ કેમ્પને સફળ બનાવવા માટે આર.બી. કોઠારી, કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ્સ, જે.વી. શેઠીયા ચેરીટેબલ ટ્રસ્ટ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અશોક ગોંધિયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલનો સહયોગ મળ્યો છે. આ કેમ્પની વ્યવસ્થા સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા અને 150થી વધુ સભ્યોની ટીમ સંભાળી રહી છે. પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે ડો. રાજેશભાઈ તૈલી, ડો. અમીતભાઈ હપાણી, ડો. પારસભાઈ શાહ, ડો. કમલભાઈ પરીખ, ડો. રશ્મીભાઈ ઉપાધ્યાય, ડો. નવલભાઈ શીલુ અને ડો. અતુલભાઈ પંડ્યા પણ જહેમત ઉઠાવી રહ્યા છે. લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ સીધા સ્થળ પર સવારે 8:30 કલાકે પહોંચી જવું.



