GRD અને SRD જવાનોએ પોતાના કપડાની જોળી કરી નીચે ઉતારી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ માં ગિરનાર પર્વત પર આવેલું છે જટા શંકર મહાદેવ મંદિર જ્યારે હાલ શ્રાવણ મહિનો ચાલુ છે અને હાલ રવિવાર હોવાથી બહોળી શખ્યામાં લોકો દર્શને આવતા હોય છે ત્યારે આજે બપોર ના 3 કલાક આસપાસ ના સમય માં એક યુવતી મંદિર પાસે અચાનક ઢળી પડી હતી અને તેમના પગ માં ફેક્ચર થઇ ગયું હતું તેવામાં યુવતી માટે નીચે આવવું મુશ્કેલ હતું અને સારવારની પણ તાત્કાલિક જરૂર હોય ત્યારે સ્થાનિકો દ્વારા ત્યાં દર્શને આવેલા ૠછઉ જવાનો ને જોતા તાત્કાલિક જાણ કરી હતી.
- Advertisement -
ત્યારે હાલ જૂનાગઢ પોલિસ ગ્રાઉન્ડ ખાતે 15 ઓગસ્ટની પરેડ તાલીમ ચાલુ છે જેમાં માળીયા હાટીના તાલુકાના એક એસઆરડી જવાન પરેશકુમાર વાઢિયા અને ત્રણ જીઆરડી જવાનો વનરાજસિંહ કાગડા, ચુડાસમા કાનજી, રાઠોડ રવિકુમાર ગિરનાર પર્વત પર જટાશંકર મહાદેવના દર્શને ગયેલા હતા ત્યારે ઘટના બનતા આ જવાનો તાત્કાલિક મદદે આવી ગયા હતા જેમાં જટાશંકર મહાદેવનો રસ્તો પાથરીલો છે. વળી સામાન્ય વરસાદ પણ છે ત્યારે આ પથરીલા ઉબડ ખાબળ રસ્તા પર સામાન્ય માણશોને ચાલવું મુશ્કેલ છે. અને વાળી ત્યાં કોઈ સુવિધાઓ પણ નથી પરંતુ મદદે આવેલા જીઆરડી અને એસઆરડી જવાનો દ્વારા તાત્કાલિક આસપાસ માંથી લાકડીઓ શોધી અને પોતે પહેરેલા ટીશર્ટટ ની મદદ થી ઝડપી ટ્રેસર બનાવી અને યુવતીને સ્ટ્રેચરમાં લઇ તાત્કાલિક ઉતરી ગયા હતા જયારે ત્યાં આવી પહોંચેલા પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી જયારે માળીયા હાટીના તાલુકાના આ જવાનોની કામગીરીને ત્યાં રહેલા હજારો યાત્રાળુઓ દ્વારા તાળીઓ વાગાડી અને સેલ્યુટ આપી બિરદાવી હતી.



