ભારતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ગઇકાલે દેશમાં 18,930 કેસ નોંધાયા બાદ આજે ફરી એકવાર તેમાં વધારો થતાં 18,815 કેસ સામે આવ્યા છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ફરી એકવાર ચોંકાવનારો વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,815 કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાથી ચેપગ્રસ્ત 15,899 દર્દીઓ રિકવર થયા છે. આ તરફ કોરોના કહેરના કારણે 38 દર્દીઓનાં મોત થયાનું પણ સામે આવ્યું છે.
- Advertisement -
દેશમાં કુલ સક્રિય કેસ 1,22,335
ભારતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ગઇકાલે દેશમાં 18,930 કેસ નોંધાયા બાદ આજે ફરી એકવાર તેમાં વધારો થતાં 18,815 કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં હાલની સ્થિતિએ કુલ સક્રિય કેસ 1,22,335 છે. તો દૈનિક હકારાત્મકતા દર 4.96% નોંધાયો છે.
#COVID19 | India reports 18,815 fresh cases, 15,899 recoveries, and 38 deaths in the last 24 hours.
- Advertisement -
Active cases 1,22,335
Daily positivity rate 4.96% pic.twitter.com/1kAaTtgBp6
— ANI (@ANI) July 8, 2022
ગઇકાલના આંકડા પણ ચોંકાવનારા હતા
ગઇકાલે ભારતમાં 18,930 કેસ નોંધાયા હતા આ સિવાય કોરોનાને કારણે 35 લોકોના મોત થયા હતા. આ સાથે સક્રિય કેસ પણ વધીને 1,19,457 થઈ ગયા હતા. જ્યારે સકારાત્મકતા દર વધીને 4.32% થઈ ગયો હતો.