તંત્ર અને ફોરેસ્ટ વિભાગ સાથે વેપારી ભાઈઓની બેઠક યોજાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનાર પર્વત પર હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા પાણીની પ્લાસ્ટિક બોટલો બંધ કરાવતા અને તેની સામે પાણીના પાંચ પોઇન્ટ ઉભા કરી કેરબા વડે યાત્રિકોને પાણી આપવાની વાતને લઈને 130 જેટલા વેપારીઓ ભાઈઓ આજે ચોથા દિવસે પણ પોતાના ધંધા રોજગાર બંધ પાળી હડતાલ ચાલુ રાખી છે ચાર દિવસથી ગિરનાર સીડીથી દેવ દર્શન કરવા જતા યાત્રિકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.
હડતાલ બાબતે ગિરનાર વેપારી એસોસીએશન પ્રમુખ જયેન્દ્રભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આજ રોજ વન વિભાગ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાય હતી જેમાં પ્લાસ્ટિક પાણી બોટલને બદલે ટેટ્રા પેકનો પાણી વેચાણ માટે વિકલ્પ અપાયો હતો. પરંતુ ટેટ્રા પેકની કિંમત વેપારીઓને ન પરવડતા મામલો બિચકાયો હતો. જે રીતે પાણી અપવાની વાત છે તે મુદ્દે ગિરનાર વેપારી એસો.ની બેઠક યોજાશે અને આ બેઠકમાં વેપારી ભાઈઓને પાણી મુદ્દે ચર્ચા કરીને બાદમાં તંત્રને અમારી માંગ મુજબ જાણ કરવામાં આવશે હાલતો આજે ચોથા દિવસે પણ વેપારી ભાઈઓએ દુકાનો સજ્જડ બંધ રાખીને પાણી પ્રશ્ર્ને અમે વિરોધ નોંધાવ્યો છે.